મોરબીમાં મચ્છીપીઠ પાસે યુવાન ઉપર પાઈપ વડે હુમલો : સારવારમાં
SHARE
મોરબીમાં મચ્છીપીઠ પાસે યુવાન ઉપર પાઈપ વડે હુમલો : સારવારમાં
મોરબીની મચ્છીપીઠ પાસે નોનવેજના ધંધા બાબતે બોલાચાલી બાદ યુવાન ઉપર પાઈપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જુના બસ સ્ટેશન પાસે આવેલ મચ્છી બજાર પાસે રહેતા ઈમરાન હૈદરભાઈ ભટ્ટી (35) નામના યુવાન ઉપર છએક લોકોએ ભારત પાન નજીક લોખંડના પાઈપ વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત થયેલા ઈમરાન ભટ્ટીને સારવારમાં ખસેડાયો હતો. તત્યાં નોનવેજના ધંધાની બોલાચાલી બાદ આ મારામારી થઈ હોવાનું પોલીસે જણાવેલ છે.
મહિલા સારવારમાં
મોરબી રણછોડનગરમાં રહેતા મુશ્કાનબેન તૌફીકભાઈ ખોખર (26) નામની મહિલાએ કોઈ કારણોસર ઘરે ફીનાઈલ પી લીધુ હતું. જેથી સિવિલે સારવાર માટે લઈ જવાયા હતા. તેઓનો લગ્નગાળો 4 વર્ષનો હોય પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી.
જયારે વીસીપરા આંબેડકર કોલોની પાસે બે રીક્ષા અથડાતા ઈજા પામેલા વિજયભાઈ કલાભાઈ ચાવડા (35) રહે. રોહીદાસપરાને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો. ગોર ખીજડીયા ગામે આવેલ શિવશકિત પેકેજીંગ નામના કારખાનાના લેબર કવાર્ટર ખાતે રમતા રમતા પડી ગયેલ વિધીબેન અજયભાઈ ખાટડીયા નામની ચાર વર્ષની બાળકીને સારવાર માટે સીવીલે લવાયેલ હતી.
એસીડ પીધુ
નવા જાંબુડીયા ગામે આવેલ નીલકોર કંપનીના લેબર કવાર્ટરમાં રહેતા લાલસાદેવી રાકેશકુમાર (26) નામની મહીલાએ કોઈ અકળ કારણોસર એસીડ પી લેતા અત્રેની આયુષ હોસ્પિટલે અને બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાતા પોલીસે આગળની તપાસ શરૂ કરેલ છે. જયારે રફાળેશ્ર્વર ગામે વરૂડી માતાના મંદિર પાસે રહેતો કિશનભાઈ બળદેવભાઈ મકવાણા (25) નામનો યુવાન પગપાળા જતો હતો ત્યારે અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.
મારામારી
મોરબી જીઆઈડીસી પાસેની ચીત્રકુટ સોસાયટીમાં રહેતા દયારામ હિરાભાઈ ડાભી (33) અને ભાવનાબેન દયારામભાઈ (32)ને ઘરે મારામારીમાં ઈજાઓ થયેલ હોય સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા. જયારે વાંકાનેરના આણંદપર ગામે થયેલ સામસામી મારામારીમાં ઈજા થયેલ હોય મનસુખ તખાભાઈ સરાણીયા (42), ધુધાભાઈ તખાભાઈ (38), કુકાભાઈ તખાભાઈ (45)ને અને સામેના પક્ષના કાળુભાઈ તખાભાઈ પરમાર (42) અને મંગુબેન કાળુભાઈ (25)ને ઈજાઓ થયેલ હોય સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા. જયારે કચ્છ રાપરના પલાસણ ગામે રહેતા દેવશીભાઈ વેરશીભાઈ નામના 60 વર્ષના વૃધ્ધને ગામમાં પ્રવિણભાઈએ લાકડીથી માર માર્યો હોય સારવાર માટે અત્રેની સિવિલે ખસેડાયા હતા









