મોરબીમાં કારના સેન્સરનો વારંવાર અવાજ આવતો હોવાથી ઘર પાસે પાર્ક કરેલ એડ્વોકેટની કારને એક શખ્સે પેટ્રોલ છાંટીને સળગાવી દીધી ! મોરબીના ખોખરા હનુમાન મંદિર નજીકથી 924 બોટલ દારૂ-2616 બિયરના ટીન ભરેલ ટ્રક સાથે એક પકડાયો: 18.16 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરમાં કોન્ટ્રાકટરે 10 લાખની સામે 33 લાખ ચુકવ્યા છતાં વ્યાજખોરો દ્વારા વધુ 15.50 લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી !: 4 પૈકી 3 આરોપીની ધરપકડ વાંકાનેરના ખીજડીયા ગામે અગાઉ થયેલ ઝઘડામાં કાર નુકશાન થયું હોવાનો ખાર રાખીને યુવાનને પાંચ શખ્સોએ ધોકા-પાઇપથી માર માર્યો માળીયા (મી)ના સરવડ અને જૂના અંજીયાસર ગામે જુગારની 2 રેડમાં 9 શખ્સ પકડાયા ટંકારા નજીક ઇ-સ્કૂટીને ટેન્કર ચાલકે હડફેટે લેતા ટાયરના જોટામાં આવી જવાથી આધેડનું મોત મોરબીમાં સર્જનથી સમૃદ્ધિ થીમ આધારિત સ્વદેશી મેળો પ્રભારી મંત્રી-રાજ્ય મંત્રીના હસ્તે ખુલ્લો મૂક્યો મોરબી સબજેલ માટે 2 ધારાસભ્યો સહિત 6 સભ્યોની સલાહકાર સમિતિની રચના કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન મંદિર નજીકથી 924 બોટલ દારૂ-2616 બિયરના ટીન ભરેલ ટ્રક સાથે એક પકડાયો: 18.16 લાખનો મુદામાલ કબ્જે


SHARE









મોરબીના ખોખરા હનુમાન મંદિર નજીકથી 924 બોટલ દારૂ-2616 બિયરના ટીન ભરેલ ટ્રક સાથે એક પકડાયો: 18.16 લાખનો મુદામાલ કબ્જે

મોરબીના બેલા ગામથી ભરતનગર ગામ તરફ જવાના રસ્તા ઉપર ખોખરા હનુમાન મંદિર પાસે સ્થાનિક પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દારૂ ભરેલો ટ્રક મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂની 924 બોટલ તથા બિયરના 2616 ટીન ટ્રકમાંથી કબ્જે કર્યા હતા અને દારૂ, બિયર, મોબાઇલ અને વાહન આમ કુલ મળીને 18.16 લાખ રૂપિયાની કિંમતમાં મુદ્દામાલ કબજે કરી હાલમાં એક શખ્સની ધરપકડ કરેલ છે અને અન્ય એક શખ્સનું નામ સામે આવ્યું  છે જેથી બે શખ્સોની સામે નામ જોગ તથા તપાસમાં જેના નામ ખૂલે તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેજાભાઈ ગરચર, વિજયભાઈ ડાંગર અને બળદેવભાઈને સંયુક્તમાં મળેલી બાતમી આધારે બેલા ગામથી ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપર મંદિરની સામેના ભાગમાં આવેલ ખુલ્લા પટમાં ટ્રક નંબર જીજે 25 વી 8411 ઉભેલો હતો જેને ચેક કરવામાં આવતા ટ્રકમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની 924 બોટલો જેની કિંમત 4,83,396, બિયરના 2616 ટીન જેની કિંમત 3.27 લાખ, 10 લાખનો ટ્રક તથા એક મોબાઈલ ફોન 5000 રૂપિયા સહિત કુલ મળીને 18,16,396 ની કિંમતનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી પ્રતિક જીવાભાઇ સોલંકી (30) રહે. જૂની ખરાવાડ હરીપર રોડ ધાંગધ્રા વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને તેની પ્રાથમિક દરમિયાન ધ્રુવ પરમારનું નામ સામે આવ્યું છે જેથી કરીને હાલમાં આ બે શખ્સોની સામે નામ જોગ તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News