મોરબી સબજેલ માટે 2 ધારાસભ્યો સહિત 6 સભ્યોની સલાહકાર સમિતિની રચના કરાઇ મોરબીના 105 વર્ષીય કેસરબેનની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા પરિવારે આપી વાજતે-ગાજતે અંતિમ વિદાય મોરબીના વેજલપર ગામે ઝેરી દવા પી જતા યુવક-યુવતી સારવારમાં મોરબી જીલ્લામાં બે સ્થળે ખાણ ખનીજ વિભાની ટીમ ત્રાટકી: 1.40  કરોડનો મુદામાલ સીઝ મોરબીમાં દિવ્યાંગ લગ્નસહાય યોજના દિવ્યાંગજનો માટે બની આશીર્વાદ-આર્થિક સહારો મોરબી જીલ્લામાં સ્પે. ખેલ મહાકુંભ-૨૦૨૬માં ભાગ લેવા દિવ્યાંગ ખેલાડીઓને અનુરોધ મોરબીના કલેકટર દ્વારા બેલા(આ.) ગામની ગ્રામ પંચાયતની દફતર તપાસણી કરાઇ મોરબીમાં જિલ્લા કક્ષાના કિસાન દિવસ અને એકતા દિનની ઉજવણીના આયોજન સંદર્ભે બે મંત્રીઓની હાજરીમાં બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં દિવ્યાંગ લગ્નસહાય યોજના દિવ્યાંગજનો માટે બની આશીર્વાદ-આર્થિક સહારો


SHARE







મોરબીમાં દિવ્યાંગ લગ્નસહાય યોજના દિવ્યાંગજનો માટે બની આશીર્વાદ-આર્થિક સહારો

રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગજનોને લગ્ન પ્રસંગે આર્થિક સહાય પૂરી પાડવાના હેતુથી અમલમાં મૂકવામાં આવેલી દિવ્યાંગ લગ્નસહાય યોજના દિવ્યાંગજનો અને તેમના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજના અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિને લગ્ન પ્રસંગે આર્થિક સહાય આપવામાં આવે છે, જેથી તેઓ પોતાના નવા જીવનની શરૂઆત આર્થિક સહારા સાથે કરી શકે.

આ યોજના હેઠળ જો પતિ અને પત્ની બંને દિવ્યાંગ હોય, તો યુગલને કુલ રૂ. ૧,૫૦,૦૦૦ની સહાય આપવામાં આવે છે. જ્યારે પતિ અથવા પત્નીમાંથી એક વ્યક્તિ દિવ્યાંગ હોય, તો દિવ્યાંગ વ્યક્તિને રૂ. ૭૫,૦૦૦ની આર્થિક સહાય આપવામાં આવે છે. સહાયની રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવનાર લાભાર્થીઓમાં કંlગડ વરશાબેન સત્યજીતભાઈનો સમાવેશ થાય છે, જેમને યોજના અંતર્ગત રૂ. ૭૫,૦૦૦ની આર્થિક સહાય પ્રાપ્ત થઈ હતી. તે જ રીતે, પંડ્યા હિતેશભાઈ અને કાવર ધરતી મહેશભાઈને પણ આ યોજના હેઠળ લાભ મળ્યો છે. પતિ-પત્ની બંને દિવ્યાંગ હોવાના કારણે આ યુગલને રૂ. ૧,૫૦,૦૦૦ની આર્થિક સહાય આપવામાં આવી હતી. દિવ્યાંગ લગ્નસહાય યોજના દિવ્યાંગજનોને લગ્નજીવનની નવી શરૂઆત કરવામાં આર્થિક મદદ પૂરી પાડવાની સાથે તેમને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કરે છે. આવી કલ્યાણકારી યોજનાઓ દિવ્યાંગજનોને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં અને તેમના જીવનમાં આર્થિક સુરક્ષા વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.




Latest News