મોરબી સબજેલ માટે 2 ધારાસભ્યો સહિત 6 સભ્યોની સલાહકાર સમિતિની રચના કરાઇ મોરબીના 105 વર્ષીય કેસરબેનની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા પરિવારે આપી વાજતે-ગાજતે અંતિમ વિદાય મોરબીના વેજલપર ગામે ઝેરી દવા પી જતા યુવક-યુવતી સારવારમાં મોરબી જીલ્લામાં બે સ્થળે ખાણ ખનીજ વિભાની ટીમ ત્રાટકી: 1.40  કરોડનો મુદામાલ સીઝ મોરબીમાં દિવ્યાંગ લગ્નસહાય યોજના દિવ્યાંગજનો માટે બની આશીર્વાદ-આર્થિક સહારો મોરબી જીલ્લામાં સ્પે. ખેલ મહાકુંભ-૨૦૨૬માં ભાગ લેવા દિવ્યાંગ ખેલાડીઓને અનુરોધ મોરબીના કલેકટર દ્વારા બેલા(આ.) ગામની ગ્રામ પંચાયતની દફતર તપાસણી કરાઇ મોરબીમાં જિલ્લા કક્ષાના કિસાન દિવસ અને એકતા દિનની ઉજવણીના આયોજન સંદર્ભે બે મંત્રીઓની હાજરીમાં બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લા કક્ષાના કિસાન દિવસ અને એકતા દિનની ઉજવણીના આયોજન સંદર્ભે બે મંત્રીઓની હાજરીમાં બેઠક યોજાઈ


SHARE







મોરબીમાં જિલ્લા કક્ષાના કિસાન દિવસ અને એકતા દિનની ઉજવણીના આયોજન સંદર્ભે બે મંત્રીઓની હાજરીમાં બેઠક યોજાઈ

રાજ્યભરમાં તા. ૩૦ ઓક્ટોબરના રોજ કિસાન દિવસ અને તા. ૩૧ ઓક્ટોબરના રોજ એકતા દિનની ઉજવણી કરવામાં આવનાર છે. આ અંતર્ગત મોરબી જિલ્લામાં પણ જિલ્લા કક્ષાના કિસાન દિવસ અને એકતા દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોના સુચારુ આયોજન અને વ્યવસ્થાઓ અંગે ચર્ચા-વિચારણા કરવા મોરબી કલેક્ટર કચેરી ખાતે પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને અને શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.

આ પ્રસંગે રાજ્યવ્યાપી કાર્યક્રમોના આયોજન અંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબીથી બંને મંત્રીઓ સહિતના મહાનુભાવો જોડાયા હતા. આ દરમિયાન મોરબીથી મંત્રીઓએ જિલ્લા કક્ષાના કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જરૂરી માર્ગદર્શક સૂચનો આપ્યાં હતાં. આ બેઠકમાં મેયર ઉત્તમભાઈ સુરાણી, કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણી, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલકુમાર બેરવાલ, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે સહિતના સંબંધિત અધિકારીઓ તેમજ સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News