મોરબીમાં સર્જનથી સમૃદ્ધિ થીમ આધારિત સ્વદેશી મેળો પ્રભારી મંત્રી-રાજ્ય મંત્રીના હસ્તે ખુલ્લો મૂક્યો મોરબી સબજેલ માટે 2 ધારાસભ્યો સહિત 6 સભ્યોની સલાહકાર સમિતિની રચના કરાઇ મોરબીના 105 વર્ષીય કેસરબેનની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા પરિવારે આપી વાજતે-ગાજતે અંતિમ વિદાય મોરબીના વેજલપર ગામે ઝેરી દવા પી જતા યુવક-યુવતી સારવારમાં મોરબી જીલ્લામાં બે સ્થળે ખાણ ખનીજ વિભાની ટીમ ત્રાટકી: 1.40  કરોડનો મુદામાલ સીઝ મોરબીમાં દિવ્યાંગ લગ્નસહાય યોજના દિવ્યાંગજનો માટે બની આશીર્વાદ-આર્થિક સહારો મોરબી જીલ્લામાં સ્પે. ખેલ મહાકુંભ-૨૦૨૬માં ભાગ લેવા દિવ્યાંગ ખેલાડીઓને અનુરોધ મોરબીના કલેકટર દ્વારા બેલા(આ.) ગામની ગ્રામ પંચાયતની દફતર તપાસણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના 105 વર્ષીય કેસરબેનની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા પરિવારે આપી વાજતે-ગાજતે અંતિમ વિદાય


SHARE







મોરબીના 105 વર્ષીય કેસરબેનની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા પરિવારે આપી વાજતે-ગાજતે અંતિમ વિદાય

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા 105 વર્ષીય વૃદ્ધા કેસરબેન અવચરભાઈ કાવરનું આજે અવસાન થયું હતું. અને જીવનના અંતિમ પડાવમાં કેસરબેને પોતાના પરિવારજનો સમક્ષ અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી કે, તેમના અવસાન બાદ તેમને સામાન્ય રીતે નહીં પરંતુ ગામમાંથી વાજતે-ગાજતે વિદાય આપવામાં આવે. જેથી આજે તેઓના પરિવારજનો દ્વારા કેસરબેનેને વાજતે-ગાજતે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા કેસરબેને પોતાની અંતિમ ઈચ્છા તેના દીકરાઓ પ્રભુભાઈ અવચરભાઈ કાવર, રાઘવજીભાઈ અવચરભાઈ કાવર અને વિરજીભાઈ કાવર અને પરિવારજનો સમક્ષ વ્યક્ત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, તેઓને વાજતે ગાજતે અંતિમ વિદાય આપજો જેથી તેઓની અંતિમ ઇચ્છાને માન આપીને પરિવારજનોએ આજે કેસરબેનનું અવસાન થતાં તેઓને વાજતે ગાજતે અંતિમ વિદાય આપવાનો નિર્ણય કર્યો હતો. અને કાવર પરિવાર દ્વારા 105 વર્ષીય કેસરબેનની અંતિમ યાત્રા તેઓના નિવાસ સ્થાનેથી મહેન્દ્રનગર ગામે આવેલ સ્મશાન સુધી વાજતે-ગાજતે કાઢવામાં આવી હતી. આ અંતિમ યાત્રામાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને કેસરબેનને ભાવભીની અંતિમ વિદાય આપી હતી. ઉલેખનીય છે કે, 105 વર્ષની ઉંમરે કેસરબેનનું અવસાન થયા બાદ તેઓની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા માટે પરિવારજનોએ રોકક્ડ કરીને નહીં પરંતુ વાજતે ગાજતે વિદાય આપી હતી. જો કે, જીવનભર ગામ અને પરિવાર સાથે જોડાયેલા રહેલા કેસરબેનને અંતિમ વિદાય તેઓની ઈચ્છા મુજબ આપવામાં આવતા ગામના મહિલાઓ સહિતના ઘણા લોકો ભાવુક બની ગયા હતા.




Latest News