મોરબીમાં કારના સેન્સરનો વારંવાર અવાજ આવતો હોવાથી ઘર પાસે પાર્ક કરેલ એડ્વોકેટની કારને એક શખ્સે પેટ્રોલ છાંટીને સળગાવી દીધી ! મોરબીના ખોખરા હનુમાન મંદિર નજીકથી 924 બોટલ દારૂ-2616 બિયરના ટીન ભરેલ ટ્રક સાથે એક પકડાયો: 18.16 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરમાં કોન્ટ્રાકટરે 10 લાખની સામે 33 લાખ ચુકવ્યા છતાં વ્યાજખોરો દ્વારા વધુ 15.50 લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી !: 4 પૈકી 3 આરોપીની ધરપકડ વાંકાનેરના ખીજડીયા ગામે અગાઉ થયેલ ઝઘડામાં કાર નુકશાન થયું હોવાનો ખાર રાખીને યુવાનને પાંચ શખ્સોએ ધોકા-પાઇપથી માર માર્યો માળીયા (મી)ના સરવડ અને જૂના અંજીયાસર ગામે જુગારની 2 રેડમાં 9 શખ્સ પકડાયા ટંકારા નજીક ઇ-સ્કૂટીને ટેન્કર ચાલકે હડફેટે લેતા ટાયરના જોટામાં આવી જવાથી આધેડનું મોત મોરબીમાં સર્જનથી સમૃદ્ધિ થીમ આધારિત સ્વદેશી મેળો પ્રભારી મંત્રી-રાજ્ય મંત્રીના હસ્તે ખુલ્લો મૂક્યો મોરબી સબજેલ માટે 2 ધારાસભ્યો સહિત 6 સભ્યોની સલાહકાર સમિતિની રચના કરાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં કારના સેન્સરનો વારંવાર અવાજ આવતો હોવાથી ઘર પાસે પાર્ક કરેલ એડ્વોકેટની કારને એક શખ્સે પેટ્રોલ છાંટીને સળગાવી દીધી !


SHARE









મોરબીમાં કારના સેન્સરનો વારંવાર અવાજ આવતો હોવાથી ઘર પાસે પાર્ક કરેલ એડ્વોકેટની કારને એક શખ્સે પેટ્રોલ છાંટીને સળગાવી દીધી !

મોરબીના વાઘપરા વિસ્તારમાં ઘર પાસે પાર્ક કરવામાં આવેલી એડવોકેટની કારમાં કોઈ વ્યક્તિ કે અબોલજીવ અડે તો સેન્સરનો અવાજ વારંવાર આવતો હતો જેથી ત્યાં રહેતા એક શખ્સ દ્વારા એડવોકેટની કાર ઉપર પેટ્રોલ છાંટવામાં આવ્યું હતું ત્યારબાદ કાંડી ચાંપીને કારને સળગાવવામાં આવી હતી અને માત્ર કારને સળગાવવામાં આવ્યા હતી આટલું જ નહીં પરંતુ આ શખ્સે કાર સળગાવીને પોતાના મોબાઈલ ફોનમાં તેનો વિડીયો પણ બનાવ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેના આધારે હાલમાં એડવોકેટ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના એડવોકેટ પુષ્પાબેન ભટ્ટ દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શિખર જયેશભાઇ ગોહેલ નામના શખ્સની સામે ફરિયાદ આપવામાં આવી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે મોરબીના વાઘપરા વિસ્તારમાં તેઓએ પોતાની સ્વિફ્ટ ગાડી નંબર જીજે 36 એએફ 8401 પાર્ક કરીને મૂકી હતી અને તે ગાડીમાં આરોપી શિખર ગોહેલ દ્વારા પેટ્રોલ છાંટીને તા. 28/10 ના રોજ સાંજના પોણા પાંચ વાગ્યાના અરસામાં આગ લગાવી દેવામાં આવી હતી અને સમગ્ર કાર આગની જપેટમાં આવી જતા કારમાં મોટું નુકસાન થયું છે અને કારમાં આગ લગાવનાર શખ્સ દ્વારા માત્ર આગ લગાવવામાં આવી છે એટલું જ નહીં પરંતુ કારમાં આગ લગાવવામાં આવ્યા બાદ તેણે આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ પોતાના મોબાઈલ ફોનમાં ઉતાર્યો હતો જે સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે હાલમાં એડવોકેટ પુષ્પાબેન ભટ્ટ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે 3.50 લાખનું નુકશાન થયું હોવાનો ગુનો નોંધીને આરોપી શિખર ગોહેલને પકડીને તેની પૂછપરછ કરી હતી ત્યારે પ્રાથમિક તપાસમાં એવી વિગત સામે આવી છે કે એડવોકેટની કાર ત્યાં શેરીમાં પાર્ક કરી હતી અને ત્યાં તેઓની કારને કોઈ અબોલ જીવ કે કોઈ વ્યક્તિ અડે તો તેમાંથી સેન્સરનો અવાજ આવતો હતો અને વારંવાર સેન્સરનો અવાજ આવતો હોવાના કારણે આ શખ્સે કાર ઉપર પેટ્રોલ છાંટીને કારને સળગાવી છે હાલમાં આ બનાવની આગળની વધુ તપાસ ભરતસિંહ ડાભી ચલાવી રહ્યા છે. ઉલેખનીય છેકે, અગાઉ એક દિવસ પહેલા મોરબીના રવાપર રોડ પર આવેલ અનુપમ સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરવામાં આવેલી બ્રેઝા ગાડીમાં કોઈ અજાણ્યા બે શખ્સો દ્વારા રાત્રીના સમયે આગ લગાવીને કારને સળગાવવામાં આવી હતી જે બનાવો સંદર્ભે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધ થઈ નથી પરંતુ હાલમાં બંને ઘટનાઓના સીસીટીવી કેમેરાના ફૂટેજ મોરબીના સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઇ રહ્યા છે




Latest News