મોરબીમાં કારના સેન્સરનો વારંવાર અવાજ આવતો હોવાથી ઘર પાસે પાર્ક કરેલ એડ્વોકેટની કારને એક શખ્સે પેટ્રોલ છાંટીને સળગાવી દીધી ! મોરબીના ખોખરા હનુમાન મંદિર નજીકથી 924 બોટલ દારૂ-2616 બિયરના ટીન ભરેલ ટ્રક સાથે એક પકડાયો: 18.16 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરમાં કોન્ટ્રાકટરે 10 લાખની સામે 33 લાખ ચુકવ્યા છતાં વ્યાજખોરો દ્વારા વધુ 15.50 લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી !: 4 પૈકી 3 આરોપીની ધરપકડ વાંકાનેરના ખીજડીયા ગામે અગાઉ થયેલ ઝઘડામાં કાર નુકશાન થયું હોવાનો ખાર રાખીને યુવાનને પાંચ શખ્સોએ ધોકા-પાઇપથી માર માર્યો માળીયા (મી)ના સરવડ અને જૂના અંજીયાસર ગામે જુગારની 2 રેડમાં 9 શખ્સ પકડાયા ટંકારા નજીક ઇ-સ્કૂટીને ટેન્કર ચાલકે હડફેટે લેતા ટાયરના જોટામાં આવી જવાથી આધેડનું મોત મોરબીમાં સર્જનથી સમૃદ્ધિ થીમ આધારિત સ્વદેશી મેળો પ્રભારી મંત્રી-રાજ્ય મંત્રીના હસ્તે ખુલ્લો મૂક્યો મોરબી સબજેલ માટે 2 ધારાસભ્યો સહિત 6 સભ્યોની સલાહકાર સમિતિની રચના કરાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરના ખીજડીયા ગામે અગાઉ થયેલ ઝઘડામાં કાર નુકશાન થયું હોવાનો ખાર રાખીને યુવાનને પાંચ શખ્સોએ ધોકા-પાઇપથી માર માર્યો


SHARE









વાંકાનેરના ખીજડીયા ગામે અગાઉ થયેલ ઝઘડામાં કાર નુકશાન થયું હોવાનો ખાર રાખીને યુવાનને પાંચ શખ્સોએ ધોકા-પાઇપથી માર માર્યો

વાંકાનેરના ખીજડીયા ગામે રહેતા યુવાનના પરિવારને તે જ ગામની અંદર રહેતા શખ્સનાં પરિવાર સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે કારમાં નુકસાન થયું હતું જે બાબતનો ખાર રાખીને પાંચ શખ્સો લાકડાના ધોકા અને પાઇપ લઈને યુવાન પાસે આવ્યા હતા અને યુવાનને હાથે પગે શરીરે અને માથામાં પાઇપ અને ધોકા વડે માર મારીને ઇજા કરવામાં આવી હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપી અને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે રહેતા નારણભાઈ લખમણભાઇ સરૈયા (54)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સાગરભાઇ મોમભાઈ ડાભી, મોમભાઈ ભીખાભાઈ ડાભી, કૈણાભાઈ ભીખાભાઈ ડાભી, ભરતભાઈ મૈયાભાઈ ગરીયા અને મોહનભાઈ પોલાભાઈ ગરીયા રહે બધા ખીજડીયા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદીના પરિવારના માણસોને આરોપી સાગરભાઇ ડાભીના પરિવારના માણસો સાથે તા. 17/10 ના રોજ બોલાચાલી ઝઘડો અને માથાકૂટ થઈ હતી ત્યારે આરોપી સાગરભાઇની વેન્યુ ગાડીમાં નુકસાન થયેલ હોય એ બાબતનો ખાર રાખીને આરોપીઓ પાઇપ અને લાકડના ધોકા લઈને આવ્યા હતા અને ફરિયાદીને સાગરભાઇએ ખભ્ભા તથા પગના ભાગે લાકડાના ધોકા વડે શરીર ઉપર માર માર્યો હતો જ્યારે ભરતભાઈએ માથાના ભાગે લોખંડનો પાઇપ મારીને જમણા હાથના આંગળીઓમાં ફેક્ચર જેવી ઈજા કરી હતી તેમજ લાકડાના ધોકા વડે તેઓને પીઠના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી કરીને ઈજા પામેલા આધેડને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેઓએ નોંધ આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં પાંચ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News