મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત
SHARE
મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત
મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવના પાણીમાં ડૂબી જવાના કારણે કોઈ અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું છે જ્યારે મોરબીમાં આવેલ ત્રિકોણબાગ ખાતે આધેડને આંચકી આવતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જેથી કરીને મૃતક આધેડની ઓળખ મેળવવા માટે થઈને પોલીસ દ્વારા તપાસ તજવીજ શરૂ કરવામાં આવી છે.
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ નવા જાંબુડીયા ગામે પાવર હાઉસની બાજુમાં આવેલ તળાવમાં કોઈ અજાણ્યો 30 થી 35 વર્ષનો યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મુન્નાભાઈ ઉભડિયા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે
મોરબીમાં પરાબજાર પાસે આવેલ ત્રિકોણ બાગના પાર્કિંગમાં અજાણ્યા 50 વર્ષના આધેડને આંચકી આવતા તાત્કાલિક 108 મારફતે તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર માટે દાખલ કરવામાં આવેલ હતા અને ચાલુ સારવાર દરમિયાન તે આધેડનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક આધેડની ઓળખ મેળવવા માટે થઈને પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે









