મોરબીના કુબેરનગર પાસે બાઈક સાથે બાઈક અથડાતા પિતા-પુત્રી સારવારમાં
મોરબી નજીકથી ઇકો કારમાંથી 1.94 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4.09 લાખના મુદામાલ સાથે એક પકડાયો
SHARE
મોરબી નજીકથી ઇકો કારમાંથી 1.94 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4.09 લાખના મુદામાલ સાથે એક પકડાયો
મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામથી બેલા તરફ જતા કાચા રસ્તે વોકળા નજીક મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઇકો કારમાંથી વિદેશી દારૂની 276 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. અને પોલીસે દારૂ, ઇકો કાર અને મોબાઇલ ફોન સહિત કુલ 4.09 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે, તળાવીયા શનાળા ગામથી બેલા તરફના કાચા રસ્તે તળાવીયા ગામના વોકળા પાસે સફેદ રંગની ઇકો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સગેવગે કરવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ઇકો કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની મોટી કુલ 276 બોટલ મળી આવતા પોલીસે 1,94,460 નો દારૂ અને 2 લાખની ઈકો તેમજ 15 હજારનો મોબાઇલ ફોન આમ કુલ મળીને 4,09,460 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસે આરોપી ધર્મેન્દ્રભાઈ ઉર્ફે કાનો ડાયાભાઈ હડીયલ (21), રહે. રાવળીયાવદર તાલુકો ધ્રાંગધ્રા વાળાને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર વિજયભાઈ રાતડીયા રહે. સડલા, તાલૂકો મુળી, દારૂ મંગાવનાર રોહીતભાઈ રહે. મકનસર તથા રોહીતભાઈ રાજેશભાઈ કગથળા રહે. તળાવીયા શનાળા સહિતના આરોપીઓના નામ સામે આવેલ છે જેથી કુલ 4 શખ્સોની સામે ગુનો નોંધીને બાકીના 3 આરોપીને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી છે આ સમગ્ર કામગીરી પીઆઇ એન.એસ. ઘેટીયા તથા પીએસઆઈ સી.એસ. સોંદરવાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.