મોરબીના કુબેરનગર પાસે બાઈક સાથે બાઈક અથડાતા પિતા-પુત્રી સારવારમાં મોરબીના લક્ષ્મીવાસ ગામે કલેક્ટરની હાજરીમાં રાત્રિ સભા યોજાઈ વાંકાનેરમાં સીવણ કામ શીખવા માટે ગયેલ ટંકારા તાલુકાની સગીરાનું અપહરણ ટંકારાના વીરપર ગામ પાસે મારા મારીના બનાવમાં ઇજા પામેલા 4 વ્યક્તિ સારવારમાં વાંકાનેરના આણંદપર ગામે ખાટલાને બાઇક અડી જતાં થયેલ મારા મારીમાં બે વ્યક્તિના માથા ફાડી નાખ્યા: મહિલા સહિત 5 સારવારમાં મોરબીના રંગપર ગામ પાસે પાણીના ફિલ્ટર પ્લાન્ટની ઓરડીમાં જુગાર રમતા 6 શખ્સો 2.70 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીના મચ્છુ-2 ડેમના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબીના ફડસર ગામેથી ૩૮૦ બોટલ દારૂ સાથે એક પકડાયો, ૧૫ બોટલ સાથે એક પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીવાસ ગામે કલેક્ટરની હાજરીમાં રાત્રિ સભા યોજાઈ


SHARE









મોરબીના લક્ષ્મીવાસ ગામે કલેક્ટરની હાજરીમાં રાત્રિ સભા યોજાઈ

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા લક્ષ્મીવાસ ગામે યોજાયેલી રાત્રિ સભામાં ઉપસ્થિત રહી ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો. આ દરમિયાન ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નો અને રજૂઆતોને જિલ્લા કલેક્ટરએ ધ્યાનપૂર્વક સાંભળી, સંબંધિત અધિકારીઓને પ્રશ્નોના સમયસર અને યોગ્ય નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ રાત્રિ સભા દરમિયાન ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તેમજ સ્થાનિક સ્તરે પ્રજાના પ્રશ્નોનો અસરકારક ઉકેલ આવે તે માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરએ લક્ષ્મીવાસ ગામની મુલાકાત લઈ ગામમાં વિવિધ સ્થળોની તપાસણી કરી હતી. અને ગામની સ્થાનિક પરિસ્થિતિ અને સુવિધાઓનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.




Latest News