મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે ડૉ. ચિન્મય ત્રિવેદી દ્વારા ઓર્થોપેડિક્સ-હાડકાંના સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો મોરબીમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે સાયબર સેફટી બાબતે ડીવાયએસપીની હાજરીમાં વિશેષ કાર્યક્રમ યોજાયો મોરબીના સિરામિક એસો.ના પ્રમુખો તેમજ ઉદ્યોગકારોએ કર્યું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાનું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના ફડસર ગામેથી ૩૮૦ બોટલ દારૂ સાથે એક પકડાયો, ૧૫ બોટલ સાથે એક પકડાયો


SHARE









મોરબીના ફડસર ગામેથી ૩૮૦ બોટલ દારૂ સાથે એક પકડાયો, ૧૫ બોટલ સાથે એક પકડાયો

મોરબી તાલુકાના ફડસર ગામની સીમ વિસ્તારમાં બાવળની કાંટમાં દારૂ હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી.ત્યારે ત્યાંથી ૩૮૦ બોટલ દારૂ મળી આવ્યો હતો અને સાથે એક શખ્સ મળી આવતા તેની સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સ્ટાફને મળેલી બાતમીને આધારે તેઓએ ફડસર ગામની સીમમાં ઝીંઝુડા જવાના રસ્તે વાંગડાસરના તળાવની પાસે બાવળની કાંટમાં રેડ કરી હતી અને ત્યાંથી પોલીસને ૩૮૦ બોટલ દારૂ મળી આવ્યો હોય રૂપિયા ૪૭,૫૦૦ ની કિંમતના દારૂ સાથે સંજય વિજયભાઈ સોનરીયા બ્રાહ્મણ (૩૨) રહે. ફડસર તા.જી.મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને તેણે આ જથ્થો તેણે ક્યાંથી મેળવ્યો અને કોણ કોણ અન્ય સંડોવાયેલા છે. ? તે દિશામાં આગળની તપાસ માટે તાલુકા પોલીસ સ્ટેશનના નિરવભાઇ મકવાણા તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

૧૫ બોટલ સાથે એક પકડાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે શહેરના સામાકાંઠે આવેલા રામકૃષ્ણનગર વિસ્તારમાં રેડ કરી હતી.ત્યારે ત્યાં રહેતા નવઘણ ઉર્ફે ભોલો મનસુખભાઇ ડુંગરા જાતે કોળી (૨૬) નામના ઇસમને ત્યાં સર્ચ કરવામાં આવતા ઘરમાંથી ૧૫ બોટલ દારૂ મળી આવ્યો હોય રૂપિયા ૨૧૧૫ ની કિંમતના દારૂના જથ્થા સાથે નવઘણ ડુંગરાની ધરપકડ કરી તેણે આ જથ્થો ક્યાંથી મેળવ્યો તે દિશામાં પોલીસ દ્રારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.

મહિલા-બાળક સારવારમાં

મોરબીના કંડલા બાયપાસ દલવાડી સર્કલ પાસે આવેલ વિસ્તારમાં રહેતા અફસાનાબેન મોહસીનભાઈ સુમરા (૨૫) નામની મહિલાએ ઘરે કોઈ કારણસર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના રંગપર ગામે ઓરા પેકેજીંગ નામના કારખાનામાં લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતાં પરિવારનો સોનીલાલ શારદાબેન નામનો અઢી વર્ષનો બાળક કારખાનાના ગોડાઉન પાસે હતો ત્યાં બોક્ષની વચ્ચે ફસાઈ જતા તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

આધેડ સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે વઘાસીયા ટોલનાકા પાસે આવેલ મીટ્ટી કુલ કંપનીના લેબર ક્વાર્ટરમાં રહી ત્યાં મજૂરી કરતા હરીશભાઈ મંગુલાલ નાયક નામના ૫૩ વર્ષના આધેડને રાત્રિના દસેક વાગ્યાના અરસામાં યુનિટ ખાતે એક મહિલા દ્વારા લાકડી વડે માર મારવામાં આવ્યો હોય હરીશભાઈને ઇજાઓ થતાં અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે વાંકાનેરના લાકડધાર ગામે ગરબીચોક ખાતે થયેલ મારામારીમાં ત્યાંના રહેવાસી મગનભાઈ ભલાભાઇ અણિયારીયા (૫૦) તથા દશરથ મગનભાઈ (૨૫) નામના પિતા-પુત્રને ઇજા થઈ હોય બંનેને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.




Latest News