મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે ડૉ. ચિન્મય ત્રિવેદી દ્વારા ઓર્થોપેડિક્સ-હાડકાંના સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો મોરબીમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે સાયબર સેફટી બાબતે ડીવાયએસપીની હાજરીમાં વિશેષ કાર્યક્રમ યોજાયો મોરબીના સિરામિક એસો.ના પ્રમુખો તેમજ ઉદ્યોગકારોએ કર્યું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાનું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા


SHARE









મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મચ્છુ નદીના કાંઠે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે દરમિયાન આજે મહંત સ્વામી મહારાજની હાજરીમાં નવનિર્મિત મંદિરમાં અક્ષરપુરશોત્તમ મહારાજ, ઘનશ્યામ મહારાજ સહિત કુલ 17 દેવી-દેવતાઓની મૂર્તિની સ્થાપના કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે અને આ ભવ્ય કાર્યક્રમની અંદર હજારોની સંખ્યામાં લોક હરિભક્તો ઉમટી પડ્યા છે. અને સાંજે મુખ્યમંત્રીની હાજરીમાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજશે.

મોરબીના હરિભક્તોને જાણે કે દિવાળી વહેલી આવી હોય તેવો ઘાટ મોરબીમાં જોવા મળી રહ્યો છે કારણ કે મોરબીમાં છેલ્લા ઘણા સમયથી મચ્છુ નદીના કાંઠે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનું મંદિર બનાવવા માટેની કામગીરી ચાલી રહી હતી અને તેનું કામ પૂર્ણ થતાની સાથે જ ચાર દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે કાર્યક્રમ હાલમાં ચાલી રહ્યો છે દરમિયાન આજે મહંત સ્વામી મહારાજની હાજરીમાં નવનિર્મિત સ્વામિનારાયણ મંદિરની અંદર અક્ષરપુરુષોત્તમ મહારાજ, ઘનશ્યામ મહારાજ, રાધા કૃષ્ણ ભગવાન, રામ પરિવાર, શિવ પરિવાર, ગુરુપરંપરા અને નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિઓને ગર્ભગૃહમાં સ્થાપિત કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે

વધુમાં મંદિરની વિશેષતાની વાત કરીએ તો મંદિરના નિર્માણ માટે રાજસ્થાનના બંસી પહાડપુરના ગુલાબી અને લાલ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવેલ છે અને હજારો કુશળ કારીગરો દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિરની કુલ જમીન 21 એકર છે જેમાંથી 8 એક૨માં મંદિરનું કેમ્પસ બનાવવામાં આવ્યું છે અને આ મંદિરની લંબાઈ 203 ફૂટ, પહોળાઈ 130 ફૂટ અને ઊંચાઈ 83 ફૂટ છે. આટલું જ નહીં મંદિરમાં 75,000 ઘનફૂટ બંસી પહાડપુર પથ્થરનો ઉપયોગ થયો છે. સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિને ઉજાગર કરતી 1007 જેટલી કોતરણી કરેલી મૂર્તિઓ મંદિરમાં કંડારવામાં આવી છે. તેમજ 1500 ચોરસ ફૂટમાં મંદિર નીચે પોડિયમ અને કુલ 2,37,100 ચોરસ ફૂટ નિર્માણ ક્ષેત્ર છે. ખાસ કરીને મંદિરની બરાબર સામે ભગવાન સ્વામિનારાયણની પ્રિય 'માણકી ઘોડી'ની મૂર્તિ છે, જેની ઊંચાઈ 18 ફૂટ, પહોળાઈ 5 ફૂટ અને લંબાઈ 12 ફૂટ છે.

આ મંદિરમાં બનાવવામાં આવેલ સત્સંગ હોલની વાત કરીએ તો મંદિરમાં પિલર-લેસ (થાંભલા વગરનો) વિશાળ કૂલિંગ સત્સંગ હોલ બનાવવામાં આવ્યો છે, જેમાં એકસાથે 5000 હરિભક્તો બેસી શકે છે. આ ઉપરાંત પ્રેમવતી, ગેસ્ટ હાઉસ, બાળ-યુવા પ્રવૃત્તિના કેન્દ્રો પણ શરૂ કરાયા છે. આજે મહંત સ્વામી મહારાજની હાજરીમાં સવારે 10:30 વાગ્યાથી લઈને બપોરના 12:30 વાગ્યા સુધીમાં મંદિરની અંદર પણ મહોત્સવનો કાર્યક્રમ યોજાશે ત્યારબાદ સાંજે 4:00 વાગ્યેથી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા અનેક મંત્રીઓ અને રાજકીય આગેવાનોની હાજરીમાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવાનો છે




Latest News