મોરબીના કુબેરનગર પાસે બાઈક સાથે બાઈક અથડાતા પિતા-પુત્રી સારવારમાં મોરબીના લક્ષ્મીવાસ ગામે કલેક્ટરની હાજરીમાં રાત્રિ સભા યોજાઈ વાંકાનેરમાં સીવણ કામ શીખવા માટે ગયેલ ટંકારા તાલુકાની સગીરાનું અપહરણ ટંકારાના વીરપર ગામ પાસે મારા મારીના બનાવમાં ઇજા પામેલા 4 વ્યક્તિ સારવારમાં વાંકાનેરના આણંદપર ગામે ખાટલાને બાઇક અડી જતાં થયેલ મારા મારીમાં બે વ્યક્તિના માથા ફાડી નાખ્યા: મહિલા સહિત 5 સારવારમાં મોરબીના રંગપર ગામ પાસે પાણીના ફિલ્ટર પ્લાન્ટની ઓરડીમાં જુગાર રમતા 6 શખ્સો 2.70 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીના મચ્છુ-2 ડેમના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબીના ફડસર ગામેથી ૩૮૦ બોટલ દારૂ સાથે એક પકડાયો, ૧૫ બોટલ સાથે એક પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં B.A.M.S. DRS એસો. અને વૈદ્યસભા દ્વારા શરદોત્સવ-2026નું આયોજન


SHARE









મોરબીમાં B.A.M.S. DRS એસો. અને વૈદ્યસભા દ્વારા શરદોત્સવ-2026નું આયોજન

શરદ પૂર્ણિમાના પાવન પર્વને ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવા માટે મોરબી B.A.M.S. DRS એસો. તથા મોરબી વૈદ્યસભાના સંયુક્ત ઉપક્રમે ‘શરદોત્સવ-2026’ રાસ-ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા ડોક્ટરો તથા તેમના પરિવારજનો માટે આયોજિત આ રંગારંગ કાર્યક્રમમાં રાસ-ગરબાની રમઝટ સાથે સ્નેહમિલનનો અનોખો માહોલ સર્જાશે.

શરદ પૂર્ણિમાની પાવન રાત્રિએ યોજાનારા આ મહોત્સવમાં રાસ-ગરબાના રંગે રંગાવા અને સ્નેહ મિલન સહમિલનનો આનંદ માણવા માટે ડોક્ટરો તથા તેમના પરિવારજનોને આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. 24 ઓક્ટોબર, 2026ને શનિવારના રોજ સાંજે 6:30થી 12:30 કલાક સુધી મોરબી-રાજકોટ હાઈવે પર આવેલા OSEM CBSE School, શનાળા ખાતે યોજાશે અને ત્યારે સંગીતના તાલે રાસ-ગરબાની રમઝટ સૌ સાથે મળીને બોલાવશે. ખાસ કરીને આ શરદોત્સવમાં પરંપરાગત ભારતીય વેશભૂષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેમાં પુરુષોએ કેડિયું, કુરતો, ધોતી-કેડિયું, બંડી, જાકેટ સહિતની પરંપરાગત વસ્ત્રો અને મહિલાઓએ ચણિયા-ચોળી, કેડિયું, સાડી, લેહેંગા તેમજ અન્ય રંગબેરંગી ભારતીય પરિધાન પહેરવા માટે આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે. આ રાસ-ગરબામાં પરંપરાગત ભારતીય વેશભૂષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાથી ગુજરાતની લોકસંસ્કૃતિ અને ભારતીય પરંપરાની અનોખી ઝલક કાર્યક્રમમાં જોવા મળશે. આ કાર્યક્રમમાં બંને સંસ્થાઓની સાથે જોડાયેલ ડોક્ટરો તેમના પરિવારજનો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહે તેના માટે સંસ્થાના પ્રમુખ સહિતની ટીમે અનુરોધ કર્યો છે.




Latest News