વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં મતદાનમાં ટાઢોડું !: પ્રારંભે મતદારોની પાંખી હાજરી


SHARE







વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં મતદાનમાં ટાઢોડું !: પ્રારંભે મતદારોની પાંખી હાજરી

વાંકાનેર માર્કેટ યાર્ડની ૧૫ બેઠકો માટે આજે ચૂંટણી છે જેના માટે નવા વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું છે જો કે, વાતાવરણ ઠંડુગાર હોવાથી મતદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે અને આ ચુંટણીમાં જુદીજુદી પેનલોમાં બંને રાષ્ટ્રીય પક્ષ દ્વારા તેના ઉમેદવારો ઊભા કરવામાં આવેલ છે પરંતુ વેપારી પેનલની ચાર બેઠક સામે એક જ ઉમેદવાર ભાજપને મળેલ છે જેથી ત્રણ બેઠક કોંગ્રેસ માટે નિશ્ચિત થઈ ગઈ છે તો પણ ચૂંટણીનાં પરિણામમાં રસાકસી રહેશે તેવું ચરચરી રહ્યું છે  

વાંકાનેરના કોંગ્રેસના ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદાની આગેવાનીમાં તેમજ કોંગ્રેસનાં આગેવાન હરદેવસિંહ જાડેજા સહિતના હોદેદારો અને આગેવાનોના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ દ્વારા વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા કરવામાં આવેલ છે અને ખેડુત પેનલની ૧૦, વેપારી પેનલની ચાર અને સંઘ પ્રોસેસિંગની એક એમ કુલ ૧૫ બેઠકો માટે આજે ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે અને સવારે નવ વાગ્યાથી મતદાન પ્રક્રિયાને શરૂ કરવામાં આવેલ છે જો કે, હાલમાં વાતાવરણ ઠંડુગાર હોવાથી ચૂંટણીનાં મતદાન માટે મતદારોમાં પણ ટાઢોડું જોવા મળી રહયું છે અને મતદારોની હાલમાં સમાચાર લખાઈ રહયા છે ત્યારે પાંખી હાજરી જોવા મળી રહી છે જો કે, બપોરે મતદારોની સંખ્યા વધશે તેવું સૂત્રો કહી રહ્યા છે આ ચુંટણીમાં ખેડુત પેનલમાં ૧૦ બેઠકો માટે બંને પક્ષ તરફથી ૧૦-૧૦ ઉમેદવાર તેમજ એક અપક્ષ ઉમેદવાર મેદાનમાં છે તો વેપારી પેનલમાં ચાર બેઠકો સામે ભાજપના  એક જ ઉમેદવાર છે માટે પરિણામ પહેલા જ આ ચાર પૈકીની ત્રણ બેઠકો કોંગ્રેસના ઉમેદવારો માટે નિશ્ચિત થઇ ગઇ છે અને તા ૧૨ ના રોજ વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે 




Latest News