મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદમાં બુધવારે નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)નું ભવ્ય આયોજન


SHARE







હળવદમાં બુધવારે નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)નું ભવ્ય આયોજન

હળવદમાં જીગ્નેશ ગુણવંતરાય રાવલના સ્મરણાર્થે તા. 23 સપ્ટેમ્બર, 2026 ભાદરવા સુદ બારસને બુધવારના રોજ નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)નું ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. અને કુળદેવી ખંભલાય માતાજીની અસીમ કૃપા તેમજ બાર બીજના ધણી બાબા રામદેવપીરના આશીર્વાદ સાથે યોજાનારા આ ધાર્મિક પ્રસંગને લઈને આયોજકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

કાર્યક્રમમાં હળવદમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ લોહાણા મહાજન વાડી રાખવામા આવ્યું છે અને રાતે 8:30 કલાકે રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી, દર્શન તેમજ રામામંડળનો લાભ લેવા આયોજકોએ આમંત્રણ આપ્યું છે. વધુમાં માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ છે કે, તા. 23 ના રોજ બપોરે 3:45 કલાકે આગમન, બપોરે 4:00 કલાકે શ્રી રામદેવપીરના સામૈયા અને રાત્રે 9:00 કલાકે સુપ્રસિદ્ધ નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા) દ્વારા રામા મંડળ રમશે. અને રામદેવપીરના સામૈયા ખોડીયાર માતાજી મંદિર, કુંભારપરા ખાતેથી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં દલસુખરામ બાપુ, મહંત નકલંક ગુરુધામ (શક્તિનગર) દ્વારા આશીર્વાદરૂપ વચન આપવામાં આવશે. જ્યારે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહેશે. આ કાર્યક્રમમાં મિલન કાકડીયા, ગગુડિયો, હીતેશરા પ્રજાપતિ, જયદીપસિંહ જાડેજા તથા ગ્રુપ દ્વારા કલાકાર તરીકે સેવા આપવામાં આવશે. આ સમગ્ર ધાર્મિક આયોજન માટે મયુર ગુણવંતરાય રાવલ દ્વારા ભાવિકોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.




Latest News