મોરબીના જેતપર ગામે સત્યગ્રહ છાવણીની બહાર ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો મોરબી જીલ્લામાં મેઘમહેર: માળિયા (મી)માં સવા પાંચ ઇંચ અને વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચા વરસાદ ટંકારાના નેકનામ ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ 29.70 લાખ સામે 2.05 કરોડ પડાવી લીધા છતાં વધુ 50 લાખની ઉઘરાણી હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી નજીક વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 શખ્સ 50,080 ની રોકડ સાથે પકડાયા અપમૃત્યુના 3 બનાવ: વાંકાનેર શહેરમાં એક યુવાન અને એક આધેડ તથા મોરબીના ઘુટુ ગામે એક આધેડનું મોત મોરબીના બરવાળા પાસે ટ્રેન સાથે અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વડાપ્રધાનનાં જન્મ દિવસે વિજ્ઞાનનાં પ્રસાર માટે નેશનલ સાયન્સ મ્યુઝિયમ દ્વારાં નેશનલ સાયન્સ સેમીનાર યોજાયો


SHARE





મોરબીમાં વડાપ્રધાનનાં જન્મ દિવસે વિજ્ઞાનનાં પ્રસાર માટે નેશનલ સાયન્સ મ્યુઝિયમ દ્વારાં નેશનલ સાયન્સ સેમીનાર યોજાયો

તા.૧૭ સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મ દિવસે ભારત સરકાર દ્રારાં વિજ્ઞાનનાં પ્રસાર માટે 'નેશનલ સાયન્સ મ્યુઝિયમ' દ્વારાં નેશનલ સાયન્સ સેમીનાર-૨૦૨૬ નું જીલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.નેશનલ સાયન્સ સેમીનારનો વિષય "ભારતિય ઊર્જા બાસ્કેટ સંભાવનાઓ અને પડકારો" હતો.નેશનલ સાયન્સ સેમીનાર-૨૬ માં મોરબી જીલ્લાની જુદી-જુદી ૧૧ શાળાઓનાં ધોરણ ૮ થી ૧૦ નાં ૬૨ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધાના મુખ્ય અતિથિ શ્રમ રોજગાર મંત્રી કાંતીભાઈ અમૃતિયા તથા મોરબી જીલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતા, ઇઆઇ ધર્મીષ્ઠાબેન તથા સરડવા હિતેશભાઈ,  પ્રો. રેખાબેન શાહ, આચાર્યા દિપાલીબેન આડેસરા, ઝાલરીયા અમરીશકુમાર  દેવશીભાઈ, વિશાલભાઈ ભટ્ટ, વી.એન.જાડેજા, દિપેનભાઈ ભટ્ટ મોરબી જીલ્લા મુખ્ય સંયોજક તથા આઈપી ઓફીસર પાર્થભાઈ સોલંકીએ હાજર રહીને વિધાર્થીઓને માર્ગદર્શન આપેલ.આ નેશનલ સાયન્સ સેમીનારની જીલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ બધા જ વિધાર્થીઓને પ્રમાણપત્ર તથા પ્રથમ બે વિજેતાઓ પ્રાચી રંજન (નાલંદા વિધાલય વિરપર) તથા જાની ધૈર્યા (ડી.જે.પી. કન્યા વિધાલય મોરબી) ને સિલ્ડ તથા પ્રમાણપત્ર અર્પણ કરીને રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદ કરવામાં આવેલ છે.જે સાયન્સ સીટી અમદાવાદમાં યોજાશે.આ નેશનલ સાયન્સ સેમીનારમાં ભાગ લીધેલ મોરબી જીલ્લાની તમામ શાળાઓનાં આચાર્ય, સંચાલક, વિધાર્થીઓ તથા વાલીને આર્યભટ્ટ વિજ્ઞાન કેન્દ્ર દ્રારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.




Latest News