વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદ તાલુકમાં ખેડૂતોની વાડીઓમાંથી કોપર વાયરની ચોરીના ગુનામાં 7 આરોપીની 6.25 લાખના મુદામાલ સાથે ધરપકડ


SHARE







હળવદ તાલુકમાં ખેડૂતોની વાડીઓમાંથી કોપર વાયરની ચોરીના ગુનામાં 7 આરોપીની 6.25 લાખના મુદામાલ સાથે ધરપકડ

હળવદ, ઘનશ્યામગઢ અને કડીયાણા ગામે ખેડૂતોની વાડીઓમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને જુદી જુદી ત્રણ જગ્યાએથી કુલ મળીને 520 ફૂટ કોપર કેબલ વાયર ચોરી કરવામાં આવી હતી જેથી જુદીજુદી 3 ફરિયાદ નોંધાયેલ હતી અને આ ત્રણેય ગુનાનો એલસીબીની ટીમે ભેદ ઉકેલી નાખ્યો  છે ને ચોરાઉ વાયર તેમજ ક્રેટા ગાડી સહિત કુલ 6.25 લાખના મુદમાલ સાથે હાલમાં 7 આરોપીને પકડવામાં આવેલ છે

હળવદ પોલીસ સ્ટેશનમાં કોપર કેબલ વાયરની ચોરીની જુદીજુદી 3 ફરિયાદ એક જ દિવસમાં નોંધાયેલ હતી જેમાં હળવદમાં રહેતા દીપકભાઈ અંબારામભાઈ સંઘાણીએ જણાવ્યુ હતું કે, તેઓની ઘનશ્યામગઢ ગામની સીમમાં વાડી આવેલ છે ત્યાંથી 200 ફૂટ કોપર વાયર જેની કિંમત 15,000 થાય છે તેની ચોરી કરવામાં આવેલ છે તેવી જ રીતે હળવદના ગોકુલનગરમાં રહેતા ગણપતભાઈ દેવજીભાઈ પરમારએ જણાવ્યુ હતું કે, હળવદમાં ઠળિયા પાર્ટી નામે ઓળખાતી સીમમાં તેઓની વાડીએથી 120 ફૂટ કોપર વાયર જેની કિંમત 12,000 થાય છે તેની ચોરી કરવામાં આવેલ છે અને કડીયાણા ગામે રહેતા કનુભાઈ વાલાભાઈ ઠુંગાની કડીયાણા ગામની સીમમાં વાડી આવેલ છે ત્યાંથી 200 ફૂટ કોપર વાયર જેની કિંમત 15,000 થાય છે તેની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસે જુદાજુદા ત્રણ ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં એલસીબીની ટીમે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

જેની એલસીબીના પીઆઇ પાસેથી મળતી માહિતી મુજબ હળવદના વેગડવાવ રોડ ઉપર આવેલ ડમ્પિંગ સાઈડની પાછળના ભાગમાં એલસીબીની ટીમે ચેક કર્યું હતું ત્યારે સ્થળ ઉપરથી ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે સાત શખ્સો મળી આવ્યા હતા જેમાં અજય જીવરાજભાઈ કુંઢીયા (20), ચેતનભાઇ પરબતભાઈ જાગરીયા (24), નારણભાઈ ઉર્ફે હિતેશ વાલજીભાઈ રાઠોડ (24), રાહુલભાઈ અમરતભાઈ ઉઘરેજીયા (23), પ્રવીણભાઈ ઉર્ફે દિનેશ મગનભાઈ ધામેચા (22) અને રાહુલ બાબુભાઈ ગોહિલ (21) રહે. બધા ભવાનીનગર ઢોરો હળવદ તથા સુનિલભાઈ અજીતભાઈ હળવદિયા (24) રહે. મહેન્દ્રનગર મોરબી વાળાનો સમાવેશ થાય છે અને આરોપીઓ પાસેથી ત્રણેય ચોરીમાં ગયેલ વાયર પૈકી 37 કિલો કોપર વાયર તેમજ સફેદ કલરની ક્રેટા ગાડી નંબર જીજે 37 બી 9282 જેની કિંમત 5 લાખ રૂપિયા અને અન્ય ચોરીમાં મેળવેલ કેબલ વાયર 60 કિલો જેની કિંમત 78,000 આમ કુલ મળીને 6,25,100 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં પકડાયેલ આરોપી પૈકી અજય કુંઢીયા સામે 4, સુનિલ હળવદીયા સામે 2 ચેતન જાગરીયા સામે 2 તથા પ્રવીણ ધામેચા સામે 1 ગુનો જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે આ કામગીરી મોરબી જિલ્લા એલસીબીના પીઆઈ એસ.પી.જાડેજાની સુચના મુજબ પીએસઆઇ બી.ડી.ભટ્ટ તથા વી.જી.માલાણી અને તેઓના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.




Latest News