મોરબીમાં મચ્છુ-3 ડેમનો 1 દરવાજો ખોલ્યો મોરબીના મકનસર ગામ પાસેથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો ટંકારાના નેકનામ ગામે પતિને અન્ય છોકરી સાથે આડા સબંધ રાખવાની ના કહેતી પરિણીતાએ દુ:ખત્રાસથી કંટાળીને કર્યો આપઘાત હળવદ તાલુકમાં તસ્કરોના ધામા: ખેડૂતોની જુદીજુદી 3 વાડીઓમાંથી કોપર વાયરની ચોરી હળવદના કડિયાણા ગામે છોટાહાથીના ચાલકે હડફેટે લેતા ઘરેથી મંદિરે જતાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ મોરબીમાંથી મળી આવ્યો ! મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું
Breaking news
Morbi Today

મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ


SHARE





મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ ટંકારા મામલતદાર કચેરીએ ઉપવાસીની તબીયત લથડી..

 મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ સુપર ટોકીઝ પાસે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં અરૂણાબેન પ્રાણજીવનભાઈ ઝાલરીયા (45) રહે. વવાણીયા તા.માળીયા (મીં)ને ઈજા થતા સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા. જયારે વાંકાનેર પાસેના વઘાસીયા ટોલનાકા પાસે થયેલી મારામારીના બનાવમાં ઈજા થતા સત્યમ અવધેશભાઈ સિંગ (25) રહે. વઘાસીયા ટોલનાકા પાસે વાંકાનેરને સારવાર માટે અહિંની સિવિલે લાવવામાં આવ્યો હતો. તેમજ વાંકાનેરના જામસર ગામે રહેતા વસનીબેન વિદેશભાઈ ભોરીયા (20)ને ઘર પાસે કોઈ જનાવર કરડી જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

રાજકોટ ખસેડાયા
 મોરબી-વાંકાનેર હાઈવે ઉપરના જાંબુડીયા ગામે આવેલા ઈટાકા ગ્રેનાઈટો નામના યુનીટમાં લેબર કવાટરમાં રહી મજુરીકામ કરતા આરતીબેન ગુજાર્યાભાઈ બારેલા (19) નામની મહિલા લેબર કવાટરમાં ઉંચાઈએથી નીચે પટકાતા તેણીને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા. જયારે રફાળેશ્ર્વરના મેળામાંથી પરત ઘરે જતા સમયે રોડ ઉપર બમ્પ આવતા બાઈકમાંથી નીચે પડી જતા જાગૃતિબેન લાલજીભાઈ જીંજુવાડીયા (32) રહે. અમરેલી તા.જી. મોરબીને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માત
 મોરબીના જેતપર અને સાપર ગામની વચ્ચે નદીના પુલ ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલ પ્રવિણભાઈ રામજીભાઈ સાંથલીયા (45) રહે. જીવાપર (ચકમપર)ને સારવારમાં લઈ જવાયા હતા. જયારે વાંકાનેરની ઝાંઝર ટોકીઝ પાસે અકસ્માત બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા સુરેશ માનસિંગભાઈ કોંઢીયા (40) રહે. પંચાસીયાને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

આધેડ સારવારમાં
 ટંકારા મામલતદાર કચેરી ખાતે ભુખ હડતાલ કરી રહેલા હેમંતભાઈ મોહનભાઈ દુબરીયા (55) રહે. ટંકારાની હાલત ખરાબ થતા સારવાર માટે અહિની સિવિલે લવાયા હતા. તેમજ સરતાનપર રોડ સેન્સો ચોકડી પાસે થયેલ અકસ્માત બનાવમાં ઈજા થતા ત્યાં રહેતા સુનિલ રાજપુત (40)ને અને મોરબી સુરજબાગ પાસે થયેલ અકસ્માતમાં ઈજા થતા વિક્રમસિંઘ નારસિંગ સરદાર (20) રહે. રણછોડનગર નવલખી રોડ મોરબીને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

અકસ્માત
 મોરબીના મણી મંદિર પાસે રીક્ષા ચાલકે હડફેટે લેતા ચીનાભાઈ જયરામભાઈ રાવળદેવ (50) રહે. સામાકાંઠેને સારવાર માટે લઈ જવાયા હતા. રવાપરના ઘુનડા રોડેથી માથામાં ઈજા પામેલ હાલમાં રાજુભાઈ શાંતિભાઈ (50)ને 108 વડે સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.  તેમજ શનાળા રોડ મહેશ હોટલની પાસે પગપાળા જઈ રહેલા રાજુભાઈ પોપટભાઈ કોળી (29) રહે. વીસીપરાને કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા રાજુભાઈને સારવારમાં ખસેડાયો હતો




Latest News