મોરબીમાં મચ્છુ-3 ડેમનો 1 દરવાજો ખોલ્યો મોરબીના મકનસર ગામ પાસેથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો ટંકારાના નેકનામ ગામે પતિને અન્ય છોકરી સાથે આડા સબંધ રાખવાની ના કહેતી પરિણીતાએ દુ:ખત્રાસથી કંટાળીને કર્યો આપઘાત હળવદ તાલુકમાં તસ્કરોના ધામા: ખેડૂતોની જુદીજુદી 3 વાડીઓમાંથી કોપર વાયરની ચોરી હળવદના કડિયાણા ગામે છોટાહાથીના ચાલકે હડફેટે લેતા ઘરેથી મંદિરે જતાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ મોરબીમાંથી મળી આવ્યો ! મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું
Breaking news
Morbi Today

મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ભરપેટ ભોજન કરાવાયું


SHARE





મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ભરપેટ ભોજન કરાવાયું

મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા શ્રાવણમાસ દરમિયાન જરૂરિયાતમંદ પરિવારો માટે વિશેષ રસોડું ચલાવવામાં આવ્યું હતું. જેમાં દરરોજ 20થી વધુ બહેનોએ જોડાઈને સેવા આપી હતી. અને દરરોજ અલગ-અલગ વાનગીઓ તૈયાર કરીને નવલખી રોડ, આવાસ વિસ્તાર, કામધેનું વિસ્તાર, ઘુનડા રોડ, લીલાપર રોડ સહિતના વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારો તેમજ ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો અને લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત શ્રાવણમાસમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ગર્ભવતી મહિલાઓ સીરો આપવામાં આવેલ હતો. ઉલ્લેખનીય છે કે, અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી 20 જાન્યુઆરી 2027ના રોજ માતા-પિતા વિનાની તથા આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતી 51 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત હાલમાં ગણેશોત્સવ અને આગામી નવરાત્રિ દરમિયાન પણ દીકરીઓને લ્હાણી સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવાનો સંકલ્પ ગ્રુપ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.




Latest News