વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરના ધમલપર નજીક કારખાનામાં લોખંડનો ટાંકો માથે પડતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત


SHARE







વાંકાનેરના ધમલપર નજીક કારખાનામાં લોખંડનો ટાંકો માથે પડતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત

વાંકાનેરના ધમાલપર નજીક આવેલ કારખાનામાં હાઇડ્રો મશીનથી લોખંડનો પાણીનો ટાંકો ઊંચકીને ગાડીમાં મુકતા હતા તે સમયે ટાંકાને સરખો કરવા જતા સમયે કોઈ કારણોસર લોખંડનો ટાંકો યુવાનની ઉપર પડ્યો હતો જેથી યુવાનને ગંભીર ઇજા થતા તેને સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત  હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.

મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેરના થાન રોડ ઉપર ઝાલી ચોકડી પાસે રાજશ્રી કોમ્પલેક્ષ હેમંતભાઈ ની દુકાનમાં રહેતા કુશહર જગલાલ ગોડ (33) નામનો યુવાન ધમાલપર ચોકડી પાસે આવેલ ફોર્ચ્યુનર ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં હાઈડ્રો મશીનથી લોખંડનો ટાંકો ઊંચકી ગાડીમાં ચડાવતો હતો તે વખતે ટાંકો સરખો કરવા જતા કોઈ કારણોસર લોખંડનો ટાંકો માથે પડવાથી યુવાનને ગંભીર ઈજા થઈ હતી અને તેને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા જોકે બેભાન અવસ્થામાં જ રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

મોરબીમાં દલવાડી સર્કલ પાસે રહેતા લતાબેન જયેશભાઈ પરમાર (30) નામના મહિલા કોઈ મહેન્દ્રનગર ચોકડી પાસે અજાણી દવા પી ગયા હતા જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા ત્યા તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી 

અકસ્માતમાં ઇજા

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આઈ.ટી.આઈ ની પાછળના ભાગમાં આવેલ ધર્મગંગા સોસાયટીમાં રહેતા કમલેશભાઈ ચુનીલાલ સોલંકી (46) નામના યુવાનને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા ત્યા તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News