હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરનું પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી
Breaking news
Morbi Today

મોરબીનાં યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરનારા વધુ એક વ્યાજખોરોની ધરપકડ


SHARE











મોરબીનાં યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરનારા વધુ એક વ્યાજખોરોની ધરપકડ

મોરબીનાં કેરાળા (હરીપર) ગામે રહેતા યુવાને વ્યાજે નાણાં લીધા હતા અને બાદમાં વ્યાજ અને મુદલ ચૂકવવા માટે તેને સમયાંતરે વ્યાજખોરના ત્રાસથી બચવા માટે જુદાજુદા વ્યક્તિઓ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા જે ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે

મોરબીનાં કેરાળા (હરીપર) ગામે રહેતા અરવિંદ પ્રેમજીભાઇ ચરોલાએ મોરબી તાલુકા પોલીસે અગાઉ સાત શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી અને તેમાં તેણે જણાવ્યું હતુ કેવ્યાજે લીધેલા નાણાં ચૂકવવા માટે જુદાજુદા લોકો પાસેથી તેને વ્યાજે નાણાં લીધા હતા તો પણ વ્યાજખોરો દ્વારા તેની પાસે પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી જેથી તેને સાત શખ્સોની સામે ફરિયાદ નોધાવી હતી જે ગુનામાં અગાઉ પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી હતી હાલમાં આ ગુનામાં સુમીત મુળજીભાઇ ચારોલા (૩૦) રહે, રવાપર રોડ રામભક્તિ એપાર્ટમેન્ટ વાળાની ધરપકડ કરેલ છે અને ભાવેશ બાવાજી નામના શખ્સને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

 વૃદ્ધા સારવારમાં

મોરબીના દલવાડી સર્કલની પાસે વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ અજાણ્યા ૭૦ વર્ષિય વૃદ્ધાને ૧૦૮ વડે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેથી કરીને એ ડિવિઝન પોલીસ મથકનાં એચ.એમ.ચાવડાએ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબી રાજકોટ હાઇવે ઉપર વીરપર પાસે આવેલ નવયુગ સંકુલ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના કેનાલ રોડ જય અંબે સોસાયટીમાં રહેતા સ્મિત મહેશભાઈ ઘોડાસરા નામના ૧૮ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં બેને ઈજા

માળિયા મિંયાણાના રહેવાસી ઇરફાન હબીબભાઈ મોવર નામનો ૧૬ વર્ષીય તરૂણ બાઇકમાં પીપળીયા ચોકડી પાસેથી જતો હતો ત્યારે બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જેમાં માથાના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં ઈરફાનને અહીં આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો.તે રીતે જ માળિયા મિંયાણાના વાળા વિસ્તારમાં રહેતા દિલાવર કાદર પારેડી નામના ૨૨ વર્ષીય યુવાને પણ પીપળીયા ચોકડી પાસે વાહન અકસ્માતમાં માથાના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.






Latest News