મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા આરોપીની ધરપકડ


SHARE











મોરબીના ભડીયાદ નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા આરોપીની ધરપકડ

મોરબી નજીક આવેલ ભડીયાદ ગામે રૂમનું ભાડું લેવા માટે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને એક શખ્સે છરીના છાતી અને કાન પાસે ઘા ઝીંકી દીધા હતા જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે ખસેડાયો હતો અને તેણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીક આવેલ ભડીયાદ સાયન્સ કોલેજની સામે રહેતા કાનાભાઇ શામજીભાઈ મૂછડિયા (૪૩)એ ભરતભાઇ ઉર્ફે લાલો ગૌતમભાઈ બોચિયાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, રૂમ ભાડુ લેવા માટે થઈને અગાઉ આરોપી  સાથે તેની બોલાચાલી થઈ હતી તે બાબતનો ખાર રાખીને ભારતે તેને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ તેની પાસે રહેલી છરી વળે છાતીમાં ડાબી બાજુ તેમજ ડાબા કાન પાસે છરી વડે ઇજા કરી હતી અને પથ્થરનો છુટ્ટો ઘા મારીને માથામાં ઈજા કરી હતી જેથી ઇજા પામેલા કાનાભાઇ શામજીભાઈ મૂછડિયાએ સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી ભરતભાઈ ઉર્ફે લાલો ગૌતમભાઈ બોચિયા (ઉંમર ૨૨) હાલ રહે.લખધીરપુર રોડ વૈભવ હોટલ નજીક હીરાભાઈની વાડીએ તા.જી.મોરબી મૂળ રહે. રવાપર (નદી) તા.જી.મોરબીની પીએસઆઈ જેઠવા દ્વારા ની ધરપકડ કરેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના જેતપર ગામે રહેતો અજય માવજીભાઈ કુંઢીયા નામનો ૨૦ વર્ષીય યુવાન મોરબીના સામાકાંઠા ગુજરાત હાઉસિંગ બોર્ડ મહારાણા પ્રતાપ સર્કલ પાસે હતો ત્યાં તેને કોઈ બાબતે ઝઘડો થયા બાદ મારામારી થઈ હતી જે બનાવમાં ઇજાઓ થતાં તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના રાજપર ગામે રહેતો સુરેશ કાનજીભાઈ અજાણા નામનો ૩૬ વર્ષીય યુવાન સનાળા નજીક ટ્રક ઉપરથી નીચે ઊતરતો હતો તે દરમિયાનમાં તે નીચે પડી જતા તેને ઇજાઓ થતાં સુરેશ અજાણાને સારવારમાં લઈ જવાયો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા ભુપતભાઈ પીઠાભાઈ કોળી નામના વ્યક્તિ તેમના ગામથી સુંદરગઢ જતા હતા ત્યારે રસ્તામાં વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં ભુપતભાઈને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા હતા.તે રીતે જ મોરબીના વાવડી રોડ ઉપર રહેતા અને માનસિક અસ્થિર જુમાબેન નામના ૫૦ વર્ષિય આધેડ મહિલાને પંચાસર ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા તેઓને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.






Latest News