વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં શોર્ટ લાગતા મહિલાનું મોત: હળવદમાં કેનાલના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત


SHARE







વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં શોર્ટ લાગતા મહિલાનું મોત: હળવદમાં કેનાલના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ સિરામિક કારખાનામાં પ્રેસ વિભાગમાં મશીનરી પાસે પડેલા વેસ્ટ પાવડરની સફાઈ કરતાં સમયે કોઈપણ કારણોસર ઇલેક્ટ્રીક મોટર અથવા તો તેના વાયરને અડી જવાથી મહિલાને શોર્ટ લાગ્યો હતો અને તે મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે હળવદમાં આવેલ ભવાનીનગર ઢોરો વિસ્તારમાં મોડલ સ્કૂલની પાછળ માઇનોર કેનાલમાં ડૂબી જવાથી અજાણ્યા 30 થી 35 વર્ષના યુવાનનું મોત નીપજયું છે જેથી તેના મૃતદેહને હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સેન્ટોસા સિરામિક કારખાનામાં રહેતા મૂળ મહારાષ્ટ્રના રહેવાસી રૂમીબેન રાજુભાઈ પાવરા (20) નામના મહિલા કારખાનાના પ્રેસ વિભાગની અંદર પ્લેટફોર્મ ઉપર રહેલ ઈલેક્ટ્રીક મોટર વાળા માઇક્રો મશીનની આસપાસમાં પડેલા વેસ્ટ પાવડરની સફાઈ કરી રહ્યા હતા ત્યારે કોઈપણ કારણોસર ઇલેક્ટ્રીક મોટર અથવા તો વાયરને અડી જવાના કારણે તે મહિલાને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં મોડેલ સ્કૂલની પાછળ માઇનોર કેનાલમાંથી અજાણ્યા 30 થી 35 વર્ષના યુવાનનો કેનાલના પાણીમાંથી ડૂબી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની અજિતભાઈ મકાભાઈ ગોહિલ (38) રહે. પંચમુખી ઢોરો હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News