વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં ટાઇલ્સ લાગતાં સારવારમાં ખસેડાયેલ મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જતાં મોત


SHARE







વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં ટાઇલ્સ લાગતાં સારવારમાં ખસેડાયેલ મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જતાં મોત

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા મહિલાને પગમાં ટાઈલ્સ લાગી હતી જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને રજા આપવામાં આવી હતી ત્યાર બાદ મહિલાને રૂમ લઈને ગયા હતા ત્યાર તેને ઝાડા ઉલટી થવા લગતા ફરી સારવાર માટે લઈને આવ્યા હતા ત્યારે સારવાર દરમ્યાન તે મહિલાનું મોત નીપજયું હતું અને મૃતક મહિલાના મૃતદેહનું પીએમ કરાવતા તેના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જવાના કારણે મહિલાનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલ કમાન્ડર સીરામીક કારખાનાના લેબર કવાર્ટરની અંદર રહેતા અને મજૂરી કામ કરતા હીરબાઈ ભાગચંદ વંશલ (33) નામની મહિલાને ગત તા. 23/8 ના રોજ સવારે 9:00 વાગ્યાના અરસામાં કારખાનામાં કામ કરતી હતી ત્યારે જમણા પગમાં ટાઇલ્સ લાગી હતી જેથી તેને સારવાર માટે રફાળેશ્વર પાસે આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ સાંજના સમયે રજા આપી દેવામાં આવી હતી જેથી મહિલાને સિરામિક કારખાનામાં લેબર કવાર્ટરમાં લઈ ગયા હતા અને ત્યારબાદ રાત્રે તેને ઝાડા ઉલટી થવા લાગતા તે મહિલાને ફરી પાછા રફાળેશ્વર ગામ પાસે આવેલ હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર આપીને વધુ સારવાર માટે તેને મોરબીની બીજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને બાદમાં આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતક મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું તેમાં મૃતક મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જવાથી તેનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે જેની પોલીસ દ્વારા નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




Latest News