વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત


SHARE







હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક અને ઈકો ગાડીને હડફેટે લીધા બાદ રોડ સાઈડમાં ચાલીને જતા આધેડને ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લીધા હતા અને ટાયર નીચે તેઓને ચગદી નાખતા ગંભીર ઇજા થવાના કારણે આધેડનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ અને ટ્રક ટ્રેલરનો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયેલ હોય આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના ભત્રીજાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુના નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના મેરુપર ગામે રહેતા મનસુખભાઈ ગોરધનભાઈ સોલંકી (47) એ ટ્રક નંબર આરજે 2 જીસી 0209 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, હળવદ મોરબી હાઇવે રોડ ઉપર આવેલ સુંદરગઢ ગામના પુલ પાસેથી આરોપી પોતાનું ટ્રક ટ્રેલર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બેદરકારીથી તેને પોતાનું વાહન ચલાવ્યું હતું અને ત્યાં હળવદ તરફના પુલના છેડા પાસે એક ટ્રક અને ઇકો કાર નંબર જીજે 36 એપી 9618 ને હડફેટે લઈને અકસ્માત કર્યો હતો અને ત્યારે ત્યાં પુલ ઉપર ડાબી બાજુની સાઈડમાંથી ફરિયાદીના કાકા નાનજીભાઈ લખમણભાઇ સોલંકી ચાલીને જઈ રહ્યા હતા. દરમિયાન ટ્રક ટ્રેલરના ચાલકે તેઓને હડફેટે લઈને ટાયર નીચે ચગદી નાખતા ફરિયાદીના કાકાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને ટ્રક ટ્રેલરનો ચાલક સ્થળ ઉપર પોતાનું વાહન મૂકીને નાસી ગયો હતો આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News