મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી
Breaking news
Morbi Today

મોરબી : દસ્તાવેજ કેન્સલ કરી મિલ્કતમાં ભાગ માટે કરાયેલ દાવો ફગાવતી કોર્ટ


SHARE











મોરબી : દસ્તાવેજ કેન્સલ કરી મિલ્કતમાં ભાગ માટે કરાયેલ દાવો ફગાવતી કોર્ટ

મોરબીના સ્વ.મનહરલાલ હેમચંદ મહેતાનાં વારસો ઉમાબેન મનહરલાલ મહેતા વિગેરે એ સ્પે.દિ.મુ.નં .૪૪-૨૦૧૭ થી ૨.જી.દ.અનું.નં ૨૮૦૭ તા.૧૧-૩-૨૦૦૮ નાં રોજનો દસ્તાવેજ રદ કરવા અને તેમનો હીસ્સો અલગ કરી આપી કબજો મેળવવા તથાં વિજ્ઞાપન મેળવવા તેમજ કાયમી હુકમ મેળવવા દાવો કરેલ હતો. જે દાવાનાં કામમાં પ્રતિવાદી નં.૧ થી ૩ તરફે વકીલ મોહિત એન.મહેતાએ વાંધા જવાબ સાથે દીવાની કાર્યરીતા સંહિતા કલમ-૧૧, હુકમ-૨ નિયમ-૨, હુકમ-૭, નિયમ-૧૧ પેટે દાવો રદ કરવાની અરજી કરેલ હતી.

સદરહું દાવો મોરબીનાં નામદાર જજ વી.એલ.પરદેશીની કોર્ટમાં ચાલી જતાં મોરબી નામદાર કોર્ટએ પ્રતિવાદી નં.૧ થી ૩ ની તરફેણમાં તા.૨૧-૧૨-૨૦૨૧ નાં રોજ હુકમ કરેલ છે અને વાદીનો દાવો રદ કરેલ છે. પ્રતિવાદી નં. ૧ થી ૩ વતી રોકાયેલ વકીલ મોહિત એન.મહેતાની અરજી તથાં લેખીત દલીલ ધ્યાનમાં રાખી મુખ્યત્વે દલીલમાં અતિ મહત્વનાં મુદા જેવા કે વાદીએ જે દસ્તાવેજ રદ કરવાનો દાવો દાખલ કરેલ છે. તે જ મીલ્કત અંગે વાદીએ મોરબીનાં મહે.પ્રિન્સી.સિનિયર સીવીલ કોર્ટમાં રે.દિ.મુ.નં.૭૫-૨૦૦૮ થી કરેલ છે, તેમાં પ્રતિવાદીઓ વિરૂધ્ધ વિજ્ઞાપન અને કાયમી મનાઈ હુકમ મેળવવા દાવો કરેલ હતો.જેમાં તા.૨૦-૩-૨૦૧૯ નાં રોજ નામદાર કોર્ટએ આખરી હુકમ કરી વાદીનો દાવો નામંજુર કરેલ છે.જેમાં પણ પ્રતિવાદી તરફે વકીલ મોહિત એન.મહેતા તથાં રાજકોટનાં વકીલ અભિષેક એસ.ગઢીયા રોકાયેલ હતા.

આમ રે.દિ.મુ.નં.૭૫-૨૦૦૮ નો નિર્ણય પ્રથમ આવેલ હોય હાલનાં દાવાને દિવાની કાર્યરીતી સંહિતાની કલમ -૧૧ મુજબ પુર્વ નિર્ણયનો બાધ નડે છે. તેમજ દિવાની કાર્યરીતી સંહિતા હુકમ-૨ નિયમ-૨ મુજબ વાદીએ જે દાવો કરેલ હોય તેમાં સમગ્ર માંગણી કરવા અધિકૃત હોય તે બધી માંગણીનો સમાવેશ તેમણે તે દાવામાં કરવો જોઈએ.વાદીએ અગાઉ કરેલ રે.દિ.મુ.નં.૭૫-૨૦૦૮ ના દાવામાં દસ્તાવેજ રદ કરવાની અને કહેવાતો કાયદેસરનો હીસ્સો અલગ કરી આપવાની દાદ માંગવી જોઈતી હતી પરંતુ તેઓએ ઈરાદાપૂર્વક તે દાદ જતી કરેલ છે. તેથી હાલનો દાવો લાવવાનું કારણ ઉત્પન્ન થતું નથી તથાં વાદીએ અગાઉ કરેલ રે.દિ.મુ.નં .૭૫-૨૦૦૮ માં આખરી હુકમ થઈ ગયેલ છે તેથી હાલના દાવાને દિવાની કાર્યરીતી સંહિતાની કલમ-૧૧ તથા હુકમ-૨ નિયમ-૨ નો બાધ નડે છે.જેવી તમામ દલીલો મોરબીનાં નામદાર સાહેબ વી.એલ.પરદેશીએ ધ્યાને લઈ માન્ય રાખેલ છે.






Latest News