વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરના જોધપર ગામે બે મહિલાઓને દંપતિએ પાઇપ અને ધોકા વડે માર માર્યો


SHARE







વાંકાનેરના જોધપર ગામે બે મહિલાઓને દંપતિએ પાઇપ અને ધોકા વડે માર માર્યો

વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતી મહિલાએ અગાઉ ઝઘડો કરીને ગાળો આપવા બાબતે તે ગામમાં રહેતી મહિલાની સામે અરજી કરી હતી જે બાબતનો ખાસ રાખીને દંપતિએ અરજી કરનાર મહિલાની સાથે ગઈકાલે સાંજે ઝઘડો કર્યો હતો અને પ્લાસ્ટિકના પાઇપ વડે મહિલાએ મહિલાને માર માર્યો હતો તેમજ તેના પતિએ મહિલાની ભત્રીજા વહુને લાકડી વડે માર માર્યો હતો અને બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ બંને મહિલાઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા નાગલબેન વાલજીભાઈ રાઠોડ (45)એ હાલમાં ભાવુબેન કિશનભાઇ સોલંકી અને કિશનભાઇ સોલંકી રહે. બંને જોધપર ગામ વાળા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીએ આરોપી ભાવુબેન વિરુદ્ધમાં અગાઉ નાની-નાની બાબતોમાં ઝઘડો કરીને ગાળા ગાળી કરવા બાબતે અરજી કરી હતી જે બાબતનો ખાર રાખીને બંને આરોપીઓએ ગઈકાલે સાંજે ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો અને ફરિયાદીને પ્લાસ્ટિકના પાઇપ વડે ભાવુબેને માર માર્યો હતો જ્યારે કિશનભાઇએ ફરિયાદીના ભત્રીજા વહુને લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ બંને મહિલાઓએ સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News