મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં


SHARE





હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં

મોરબી જીલ્લાની હળવદ તાલુકાના સુસવાવ ગામે વાડી વિસ્તારમાં વરસાદી માહોલ દરમ્યાન દિવાલ પડતા અજય હિતેષભાઈ તળવી (32) અને મનીષાબેન અજયભાઈ તડવી (22)ને ઈજાગ્રસ્ત હાલતમાં અત્રેની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જયારે હળવદના નવા દેવડીયા ગામે ખેતરમાં ઘાસ બાળવાની દવા પી ગયેલા સુરેશભાઈ મનસુખભાઈ મકવાણા (25) રહે. નવા દેવળીયાને અત્રેની ક્રિષ્ના હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમજ મોરબીના જીંજુડા ગામે સાપ કરડી જતા ત્યાં રહેતા રેખાબેન ભાનુભાઈ પરમાર (18) નામની યુવતીને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.

ઈલે. શોર્ટ
માળીયા મીંયાણાના રહેવાસી નુરમામદ નીઝામભાઈ (4) નામના બાળકને ઘરે ઈલે. શોર્ટ લાગતા અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જયારે માળીયાના જ કુંભારીયા ગામે સાપ કરડી જતા ત્યાંના રહેવાસી જીતેન્દ્ર દિપસિંહ નામના 30 વર્ષના યુવાનને સારવાર માટે મોરબી લવાયો હતો.તેમજ માળીયા મીંયાણા ખાતે મારામારીના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા દિલાવર જુમાભાઈ મોવર (32)ને અહિંની સરકારી હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેમજ હળવદના ચરાડવા ગામે રહેતા લીલાબેન અંતરસિંહ ચાંગડ (20) વાડી વિસ્તારમાં દવા પી જતા સારવાર માટે અહિંની સિવિલે લાવવામાં આવ્યા હતા.

દવા પી લીધી
ટંકારાના જીવીપર ગામે વાડી વિસ્તારમાં દવા પી લેતા પ્રદિપ ધુનીયાભાઈ વસુનીયા (16)ને ટંકારા હોસ્પિટલે સારવાર બાદ વધુ સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો, તેમજ વાંકાનેરના સરતાનપર રોડ વરમોરા યુનીટ-2ની લેબર કોલોનીમાં મારામારીમાં ઈજા થતા દુર્ગેશ નન્હેલાલ વિશ્ર્વકર્મા (33)ને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. જયારે હળવદના ધણાંદ ગામના સંજયભાઈ સાગરભાઈ પાટડીયા (32) નામના યુવાન એ ગળેફાંસો ખાવાનો પ્રયાસ કરતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

બીયર સાથે પકડાયો
મોરબી સલાયા રોડ પાટીદાર એપાર્ટમેન્ટમાં રહેતો હિતેષ અરજણભાઈ સુવારીયા નામનો 36 વર્ષનો યુવાન નિકળ્યો ત્યારે પોલીસે તેની જડતી લેતા તેની પાસેથી બીયરના બે ટીન મળી આવતા રૂા.500ના મુદામાલ સાથે અટકાયત કરી ગુનો નોંધાયો હતો. જયારે રામચોક નજીક ઓટો રિક્ષા ચાલકે બાઈકને હડફેટે લેતા ઈજા પામેલા આકાશ નરેન્દ્રચંદ્ર કશ્યપ (25) રહે. મોરબીને ઈજા થતા સારવાર માટે દવાખાને ખસેડાયો હતો




Latest News