મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી


SHARE







હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી

મોરબી જિલ્લામાં સોનુ, ચાંદી, રોકડ, ઘરવખરીનો સામાન, ભંગાર વિગેરે તો ઠીક પરંતુ હવે સોપારી અને તમાકુ પણ સલામત નથી તેઓ ઘાટ સર્જાયો છે હળવદની સરા ચોકડી પાસે આવેલ સાધના કોમ્પલેક્ષમાં મયુર એસ. માણેક નામની દુકાનને તસ્કરે નિશાન બનાવી હતી અને ત્યાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બા જેની કુલ કિંમત 1.30 લાખ રૂપિયા કિંમત થાય છે તે મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે જેથી ભોગ બનેલા વેપારી યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના ધ્રાંગધ્રા દરવાજા પાસે આવેલ સલાટ ફળીમાં રહેતા રામસંગ બહાદુરસંગ ઠાકુર (38)એ અજાણ્ય શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે સરા રોડ ઉપર સાધના કોમ્પલેક્ષમાં મયુર એસ. માણેક નામની તેઓની દુકાન આવેલી છે અને આ દુકાન તા. 30/7 ના રાત્રે 8:30 વાગ્યાથી લઈને તા. 1/8 ના સાંજના છ વાગ્યા સુધી બંધ હતી દરમિયાન કોઈપણ સમયે તસ્કરે દુકાનને નિશાન બનાવી હતી અને દુકાનના શટરનું તાળું તોડીને દુકાનમાં રાખેલી ચીજ વસ્તુઓમાંથી 230 કિલો સોપારી તથા બાગબાન તમાકુના 50 ગ્રામના 50 ડબ્બા આમ કુલ મળીને 1.30 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી વેપારી યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

ફિનાઇલ પી ગયો

મોરબીના ખેવારિયા ગામે રહેતો આશિષ બળવંતભાઈ કડીવાર નામનો યુવાન કોઈપણ કારણોસર ફિનાઇલ પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

સીડી ઉપરથી પડી જતાં ઇજા

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતી સીમાબેન રામપ્રસાદ આદિવાસી (35) નામની મહિલા કોઈપણ કારણોસર લેબર કોલોનીમાં સીડી ઉપરથી પડી જતા તેને ઇજાઓ થઈ હતી જેથી તે મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા. અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર પાવડીયારી નજીક આવેલ સહજાનંદ કંપનીના લેબર કોલોનીમાં રહેતા સુનીલ ભુરીયા (35) નામના યુવાને રસ્તા ઉપર કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News