વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ


SHARE







હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ

કહેવાય છે ને લાલચ બુરી બલા હૈ મૂળ રાજસ્થાન અને હાલમાં હળવદના સુપર ગામ પાસે ચા, પાનની દુકાન ધરાવતા યુવાનને રેલવેના ખોદકામ દરમિયાન સોનાનો એક કિલોનો હાર તથા ત્રણ કિલો ચાંદીના સિક્કા મળી આવ્યા છે તેવું કહીને વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની પાસેથી સમયાંતરે પાંચ લાખ રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા જેની સામે યુવાનને ખોટો સોનાનો હાર આપવામાં આવ્યો હતો અને તેની સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 3 શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં ધાંગધ્રા હળવદ હાઇવે રોડ ઉપર આવેલ સુપર ગામની સીમમાં રામદેવ હોટલ સામે શ્રીરામ હોટલ આગળ ચા-પાનની દુકાન ધરાવતા સવાઈરામ ઉર્ફે પંડિતજી બજરંગલાલ ઉપાધ્યાય (25) નામના યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિજયભાઈ સોમાભાઈ ભાલીયા રહે. રાણપુરના અણીયારી રોડ પર આવેલ ખ્વાજા પાર્ક તથા તેની સાથે આવેલા અજાણ્યા બે શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઠગાઈની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપી વિજય તથા તેની સાથે આવેલા બે શખ્સોએ રેલવેના ખોદકામ દરમિયાન તેઓને ત્રણ કિલો ચાંદીના સિક્કા તથા એક કિલો સોનાનો હાર મળી આવેલ છે તેવું કહીને ફરિયાદીને સોનાનો હાર તથા ચાંદીના સિક્કા માર્કેટ ભાવ કરતા 40 ટકા સસ્તા આપવાની લાલચ આપવામાં આવી હતી અને ત્યારબાદ તેની પાસેથી પહેલા 3 લાખ રૂપિયા ફરિયાદીની દુકાનેથી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ હાસલપુર ચોકડી પાસે આવેલ સ્મશાનમાં બોલાવીને ત્યાંથી ફરિયાદી પાસેથી બે લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા આમ કુલ મળીને ફરિયાદી પાસેથી પાંચ લાખ રૂપિયા લઈને તેને ખોટો સોનાનો હાર આપવામાં આવ્યો હતો જેથી કરીને યુવાનની સાથે ઠગાઈ કરવામાં આવેલ હોય યુવાને વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ કરી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News