મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 9 શખ્સો 2.92 લાખની મુદ્દામાલ સાથે ઝડપાયા: એક ફરાર


SHARE





મોરબીના ગાળા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 9 શખ્સો 2.92 લાખની મુદ્દામાલ સાથે ઝડપાયા: એક ફરાર

મોરબીના ગાળા ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં સ્થાનિક પોલીસની ટીમ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા નવ શખ્સો મળી આવ્યા હતા જો કે, એક શખ્સ પોલીસને જોઈને નાસી ગયેલ હોય પોલીસે 2,16,000 ની રોકડ તથા 9 મોબાઇલ ફોન મળીને 2,92,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 10 શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસને જોઈને નાસી છૂટેલા આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ હાથ કરી છે

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગાળા ગામની સીમમાં વિનોદભાઈ કડીવારની વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી હર્ષદભાઈ મધુરભાઈ હળવદિયા (44) રહે જેતપર, અશ્વિનભાઈ વીરજીભાઈ ભટાસણા (45) રહે શાસ્ત્રીનગર રવાપર રોડ મોરબી, ભાવેશભાઈ ઉર્ફે ભગીરથભાઈ રૂપાભાઈ અમૃતિયા (45) રહે. જેતપર, વિજયભાઈ ધનજીભાઈ ચાડમિયા (42) રહે. રવાપર મોરબી, જયદીપભાઇ અવચરભાઈ કગથરા (35) રહે. શકુન એપાર્ટમેન્ટ મોરબી, પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા પ્રવિણસિંહ ઝાલા રહે. જુના સાદુળકા, ગણપતભાઈ મનહરભાઈ જાનવા (36) રહે. જેતપર, જયંતીલાલ હરજીવનભાઈ કડીવાર (60) રહે.વાઘપર, વિનોદભાઈ બચુભાઈ કડીવાર (52) રહે. વાઘપર વાળા સ્થળ ઉપરથી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 2,16,000 રોકડા, 76 હજાર રૂપિયા ની કિંમતના 9 મોબાઈલ ફોન આમ કુલ મળીને 2,92,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે, પોલીસને જોઈને લલિતભાઈ તીકમલશીભાઈ ઉર્ફ તિકુભાઈ સંઘાણી રહે. જેતપુર વાળો નાસી ગયેલ હોય હાલમાં કુલ 10 શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનાઓ નોંધાયો છે અને નાસી ગયેલા આરોપીને પકડવા માટે પોલીસે તજવી શરૂ કરી છે




Latest News