સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર સહિત મોરબી જિલ્લાના રેલ્વે પ્રશ્નો અંગે જનરલ મેનેજરને રજૂઆત કરતા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા


SHARE





વાંકાનેર સહિત મોરબી જિલ્લાના રેલ્વે પ્રશ્નો અંગે જનરલ મેનેજરને રજૂઆત કરતા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, બંધ કરાયેલી લોકલ ટ્રેનો શરૂ કરવા, નવી ગાડીઓ ફાળવવા સહિતની માંગણી

વાંકાનેર સહિત સમગ્ર મોરબી જીલ્લાના મુસાફરોને વધુ સારી રેલવે સુવિધા મળે તે હેતુથી રાજયસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજરને વિગતવાર રજૂઆત કરી છે.આ રજૂઆતમાં વાંકાનેર રેલ્વે જંકશન સાથે જોડાયેલા પ્રશ્નો, મહત્વની ટ્રેનોના સ્ટોપેજ, સમયપત્રકમાં સુધારા અને મુસાફરોને સીધી રાહત મળે તેવી અનેક લોકહિતની માંગણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રજૂઆતમાં વાંકાનેર ખાતે કેટલીક ટ્રેનોના સમયમાં સુધારો, કોરોના બાદ બંધ થયેલી લોકલ ટ્રેનો ફરી શરૂ કરવી, હજારો મુસાફરોને લાભ મળે તે માટે વધુ ટ્રેનોને વાંકાનેરમાં સ્ટોપેજ આપવું.

સૌરાષ્ટ્ર-દિલ્હી વચ્ચે નવી દૈનિક સુપરફાસ્ટ ટ્રેન શરૂ કરવી, વંદે ભારત ટ્રેનનો રૂટ રાજકોટ સુધી લંબાવવો, ગાંધીનગર-વેરાવળ ઈન્ટરસીટીનો સમય અનુકુળ કરવો, રાજકોટ મંડળમાં આધુનિક કોચ ડીપો ઉભો કરવો તેમજ વાંકાનેર તાલુકાના વિવિધ રેલવે ફાટકો અને અંડરબ્રીજ સંબંધીત સમસ્યાઓના કાયમી ઉકેલ જેવી માંગણીઓ કરવામાં આવી છે. આ પ્રજાલક્ષી રજૂઆતથી વાંકાનેર, મોરબી તથા સમગ્ર સૌરાષ્ટ્રના મુસાફરો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને રોજીંદા અપ-ડાઉન કરતા લોકોમાં નવી આશા જાગી છે. સ્થાનિક લોકોએ પણ આ પ્રયાસને આવકારતા જણાવ્યું છે કે જો આ માંગણીઓનો હકારાત્મક અમલ થશે તો રેલવે મુસાફરી વધુ સરળ, સુરક્ષિત અને સુવિધાજનક બનશે




Latest News