સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

હળવદ ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ઇજા: સારવાર દરમ્યાન બાળકનું મોત


SHARE





હળવદ ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ઇજા: સારવાર દરમ્યાન બાળકનું મોત

હળવદની સરા ચોકડી પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા પિતા અને પુત્રને ઇજાઓ થઈ હતી તે પૈકી આઠ વર્ષના બાળકને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું આ બનાવમાં મૃતક બાળકના પિતાની ફરિયાદ લઈને પોલીસે ટ્રક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ નર્મદા જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના રાણેકપર ગામે રસિકભાઈ પટેલની વાડીએ રહીને મજૂરી કામ કરતા સંજયભાઈ ચંદુભાઈ ભીલ (38)એ ટ્રક નંબર જીજે 12 બીઝેડ 9082 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે હળવદની સરા ચોકડી પાસે આવેલ ક્રોસ રોડ હોટલ પાસેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે 23 બીએચ 6469 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમનો દીકરો કલ્પેશ (8) પણ તેની સાથે બાઈક ઉપર બેઠેલો હતો દરમિયાન ટ્રક ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીને ઇજાઓ થઈ હતી જ્યારે તેના દીકરાને ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન કલ્પેશ નું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક બાળકના પિતાની ફરિયાદ લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News