વાંકાનેર સહિત મોરબી જિલ્લાના રેલ્વે પ્રશ્નો અંગે જનરલ મેનેજરને રજૂઆત કરતા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા મોરબીના જેતપર ગામેથી શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલ આંદોલન ગુજરાત વ્યાપી બને તેવા સંકેત: આંદોલન સમિતિ મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડમાં 10 શખ્સો પકડાયા: વાંકાનેરમાં વરલીની 3 રેડમાં 3 શખ્સ પકડાયા, 3 ની શોધખોળ હળવદ ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ઇજા: સારવાર દરમ્યાન બાળકનું મોત મોરબીમાં 3 સોસાયટીના રોડનું કામ ન કરવામાં આવતા મહિલાઓ સહિતના લોકોએ થાળી વેલણ વગાડીને રવાપર ચોકડી કર્યો ચક્કાજામ મોરબીના લાલપર પાસે કેનાલમાં ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત: અંબિકા રોડ ઉપર ઘરે હાર્ટ એટેક આવી જતાં વૃદ્ધનું મોત મોરબીની માણેક સોસાયટીમાં ઘરમાં જુગાર રમતી 11 મહિલા 39,100 ની રોકડ સાથે પકડાઈ હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત
Breaking news
Morbi Today

તું અમને જોઈતી નથી, તને રાખવી નથી કહીને મોરબીમાં મહિલાને માર મારીને ઘરમાંથી કાઢી મૂકી: પતિ સહિત 5 સામે ફરિયાદ


SHARE







તું અમને જોઈતી નથી, તને રાખવી નથી કહીને મોરબીમાં મહિલાને માર મારીને ઘરમાંથી કાઢી મૂકી: પતિ સહિત 5 સામે ફરિયાદ

મોરબીના પીપળી ગામે આવેલ માસધામ સોસાયટીમાં રહેતી પરણીતાને કરિયાવર અને ઘરકામ બાબતે મેણે ટોણા મારવામાં આવતા હતા તેમજ તેના પતિને બીજી સ્ત્રી સાથે સંબંધ હોય “તું અમને જોઈતી નથી, તને રાખવી નથી” તેવું કહીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તેમજ તેના પતિએ તેને ઝાપટ મારીને ઘરમાંથી કાઢી મુકતા મહિલાને લાગી આવ્યું હોય તેને ફીનાઇલ પી લીધું હતું જેથી તેને સારવારમાં લઈ ગયા હતા ત્યાં સારવાર લીધા બાદ મહિલાએ મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ મોરબીના પીપળી ગામ પાસે આવેલ માનસધામ સોસાયટી ખાતે રહેતા અને હાલમાં લીંબડી ખાતે માવતરના ઘરે રહેતા હીનાબેન પ્રદીપભાઈ ડાભી (26)એ મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ પ્રદીપભાઈ ગાંડાભાઇ ડાભી, સાસુ દેવુબેન ગાંડાભાઇ ડાભી, સસરા ગાંડાભાઇ ડાભી, જેઠાણી હેમુબેન કલ્પેશભાઈ ડાભી અને નણંદ મનીષાબેન સંદીપભાઈ રહે. બધા માનસકામ સોસાયટી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના પતિ, સાસુ, સસરા, જેઠાણી અને નણંદ દ્વારા અવારનવાર ઘરકામ બાબતે તેમજ કરિયાવર બાબતે મેણાં ટોણાં મરવામાં આવતા હતા અને ફરિયાદીના પતિને બીજી સ્ત્રી સાથે સંબંધ હોય જે બાબતે ફરિયાદીને “તું અમને જોઈતી નથી, તને રાખવી નથી” તેમ કહીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને ફરિયાદીના પતિએ તેને ઝાપટ મારી હતી અને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મૂકતા તેને લાગી આવ્યું હતું. જેથી ફરિયાદીએ પોતે પોતાની જાતે માનસધામ સોસાયટી ખાતે ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ પરણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં પતિ, સાસુ, સસરા, જેઠાણી અને નણંદની સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ટ્રકમાં આગ લાગી

મોરબીમાં ઉમિયા સર્કલ પાસે આવેલી યદુનંદન પાર્ક-1 માં રહેતા જયભાઈ રજનીભાઈ ધાજા (23)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે લક્ષ્મીનગર ગામ પાસે આવેલ બાલાજી પાઇપમાં પાર્ક કરેલા ટ્રક નંબર જીજે 36 એક્સ 0974 માં કોઈ પણ કારણસર આગ લાગી હતી જેથી વાહનમાં નુકસાન થયેલ હોય આ બનાવની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં
મોરબીના લાલપર ગામ પાસે આવેલ બસ સ્ટેશન નજીકથી અર્ધ બેભાન હાલતમાં અજાણી 40 વર્ષની મહિલા મળી આવી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાથી વધુ સારવાર માટે મહિલાને રાજકોટ લઈ જવામાં આવે છે અને આ બનાવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News