વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો


SHARE







વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો

વાંકાનેરના ખખાણા ગામે આઠેક દિવસ પહેલા રસ્તામાં ગારો કીચડ ઉડવા બાબતે બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખીને બે મહિલાઓ ઉપર પાઇપ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે એક મહિલાને કપાળના ભાગે તથા બીજી મહિલાને હાથે પગે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલ મહિલાઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવીને ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના ખખાણા ગામે રહેતા હેતલબેન અનિલભાઈ થોરીયા (25)સુરેશભાઈ ગોવિંદભાઈ ગોધાણી, સંજયભાઈ સંગ્રામભાઈ ગોધાણી, કરણભાઈ સંગ્રામભાઈ ગોધાણી અને રવિભાઈ સંગ્રામભાઇ ગોધાણી રહે. બધા ખખાણા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપીઓએ અગાઉ સાતથી  આઠ દિવસ પહેલા રસ્તા ઉપર ગારો કીચડ ઉડવા બાબતે બોલાચાલી થઈ હતી તે બાબતનો ખાર રાખીને ફરિયાદીના ઘર પાસે આવીને ફરિયાદી તથા સાહેને ગાળો આપી હતી અને લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વડે ફરિયાદીને કપાળના ભાગે માર માર્યો હતો તથા સાહે રતનબેનને પગના ભાગે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ સ્કુટીમાં નુકસાની કરવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલા સહિત બે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News