મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ મોરબીની એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) ખાતે ૧૪ અને ૨૧ મે ના રોજ  કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબી : બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરવા માર્ગદર્શિકા જાહેર કરાઈ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ઉનાળા વેકેશન સ્પેશ્યલ રજામાં મજા સમર વેકેશન સ્પેશ્યલ વર્કશોપ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સબંધી કાકાએ સગીર ભત્રીજી સાથે આચર્યું દુષ્કર્મ, સગીરાએ બાળકીને જન્મ આપતા ભાંડો ફૂટ્યો


SHARE













વાંકાનેરમાં સબંધી કાકાએ સગીર ભત્રીજી સાથે આચર્યું દુષ્કર્મ, સગીરાએ બાળકીને જન્મ આપતા ભાંડો ફૂટ્યો

વર્તમાન સમયમાં ઘણી વખત સંબંધોને તાર-તાર કરતા કિસ્સાઓ સામે આવતા હોય છે આવો જ એક કિસ્સો વાંકાનેર શહેર વિસ્તારની અંદર સામે આવ્યો છે જેમાં સંબંધી કાકાએ ભત્રીજીને હવસનો શિકાર બનાવી હતી અને અવાર નવાર તેની સાથે દુષ્કર્મ આચાર્યુ હતુ જેથી ગર્ભવતી બનેલ સગીરાએ હાલમાં બાળકીને જન્મ આપ્યો છે ત્યારે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે જેથી કરીને ભોગ બનનાર સગીરાના પિતાએ મૂળ જાંબુઆના રહેવાસી એક શખ્સ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે બળાત્કારપોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે.

 મોરબી જીલ્લામાં ગુજરાતના જુદાજુદા જીલ્લાઓ અને દેશના જુદાજુદા રાજ્યોમાંથી રોજગારી માટે ઘણા પરિવારો આવતા હોય છે આવી જ રીતે મૂળ એમપીના રહેવાસી અને અહીં રોજગારી મેળવીને પરિવારનું ગુજરાન ચલાવવા માટે આવેલા પરિવારની સગીર વયની દીકરીને તેના સંબંધિત કાકાએ હવસનો શિકાર બનાવી હતી અને સગીરની સાથે અવારનવાર દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવી દિધી હતી જેથી આ સગીરાએ તા ૨૬/૬/૨૧ ના રોજ બાળકીને જન્મ આપ્યો છે ત્યારે ૧૫ વર્ષ અને પાંચ મહિનાની સગીરાને હવસનો શિકાર બનાવનારા સંબંધી કાકા સામે ગુનો નોંધવામાં આવ્યો છે જેની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી મળી રહેલી માહિતી મુજબ ભોગ બનેલી સાગીરાના પિતાએ હાલમાં મૂળ જાંબુઆના રહેવાસી અને હાલમાં વાંકાનેરના ૨૫ વારીયા સામે મુસ્તાક ગુલમામદભાઇ બ્લોચના ઘોડાના તબેલામાં રહેતા કીરણ ફુલજીભાઇ આડ સામે ફરીયાદ નોંધાયવતા પોલીસે હાલમાં બળાત્કારપોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે 

 

ઝેરી દવા પીધી

ટંકારા તાલુકાના રોહિશાળા ગામની સીમમાં આવેલ મૂકાભાઈની વાડીએ રહેતા ચેતનભાઇ ભુરીયાના પત્ની સવિતાબેન ભુરીયા (ઉંમર વર્ષ ૨૫)એ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને પ્રથમ સારવાર માટે પડધરી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવેલ છે.આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબ હાથ ધરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ

 
 





Latest News