સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ !


SHARE





મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ !

મોરબીના જેતપર ગામે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યાં ઉપવાસી છાવણીએ જઈને થોડા દિવસો પહેલા હકાભા ગઢવીએ ડાયરો કર્યો હતો અને ત્યાર બાદ ખેડૂતોના આંદોલન માટે મંચ ઉપરથી સરકારને વિનંતી કરી હતી અને આંદોલનને ખુલ્લુ સમર્થન આપ્યું હતું જો કે, ત્યાર બાદ હકાભા ગઢવીને ઉપવાસી છાવણી ખાતે આવવાની મનાઈ કરવામાં આવી હતી જેથી કરીને વિવાદ શરૂ થયો છે અને ત્યાર બાદ હકાભા ગઢવી અને આંદોલનકારી નીલેશ એરવાડીયા વચ્ચે થયેલ વાતનો ઓડિયો સોશયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં હકાભા ગઢવી એક જ સવાલ કરી રહ્યા છે કે મને આવવાની ના કેમ પડી ? જેની સામે ખુલાસો કરતાં નીલેશ એરવાડિયાએ કહ્યું હતું કે, હકાભા સહિત તમામ લોકો માટે છાવણી ખુલ્લી છે અને ગમે ત્યારે તેઓ છાવણીએ આવી શકે છે હાલમાં તેઓને કોઈ ગેર સમજ થઇ છે કેમ કે, આંદોલન કમિટીની મિટિંગ હતી જેથી તેઓને આવવાની ના પડી હોય શકે છે.




Latest News