મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ વિદ્યાલયમાં વધુ બે વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ


SHARE







મોરબી જિલ્લામાં વધુ બે વિદ્યાર્થી સહિત ત્રણ નવા કોરોના પોઝિટિવ કેસ

મોરબી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે ત્યારે ગઇકાલે પણ કોરોનાના ટેસ્ટિંગ માટે જે સેમ્પલ લેવામાં આવેલ હતા તેમાથી નવા ત્રણ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે તેમાં બે વિદ્યાર્થી હોવાનું મોરબી જીલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યુ છે

મોરબી જિલ્લાના આવેલ ટંકારા તાલુકાની નાલંદા વિધાલયમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી ૧૬ વર્ષની વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવેલ હતો જેથી કરીને નાલંદા વિદ્યાલયની અંદરથી ૧૩૦ જેટલા વિદ્યાર્થીઓના કોરોનાના ટોસ્ટીંગ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી નવો એક પણ કોરોના પોઝિટિવ કેસ સામે આવેલ નથી જો કે, ગઇકાલે મોરબી જીલ્લામાં કોરોનાના નવા ત્રણ પોઝિટિવ કેસ સામે આવેલ છે જેની મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવ્યુ છે કે, જે ત્રણ કોરોના પોઝિટિવ કેસ સામે આવેલ છે તેમાં બે નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ છે અને અન્ય એક વ્યક્તિને પણ કોરોનાનો પોઝિટિવ કેસ આવેલ છે






Latest News