મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનના મોત બાદ પોલીસને ખોટી માહિતી આપવાના કેશમાંં વધુ એક જેલ હવાલે


SHARE





મોરબીમાં યુવાનના મોત બાદ પોલીસને ખોટી માહિતી આપવાના કેશમાંં વધુ એક જેલ હવાલે

મોરબી તાલુકાનાં રંગપર ગામ પાસે ગત તા.૧૧ ફેબ્રુઆરીના રોજ બંધ પડેલા લુકાસો સિરામિકમાં રાત્રિના સમયે પતરા અને એંગલ ઉતારવાનું કામ કરવામાં આવી રહયું હતું.જે જોખમી કામ હોવા હતા કોઇપણ સેફ્ટીના સાધનો રાખવામા આવેલ ન હતા.કેંચી(એંગલ) કટિંગનું કામ કરતી વખતે ૨૫ ફૂટની ઊંચાઈથી નીચે પડેલા વિક્રમભાઈ પાટડિયા (૩૫) રહે.વીસીપરા મોરબીનું મોત નીપજયું હતું.આ યુવાનને સારવાર માટે લઈને આવ્યા હતા.ત્યારે રાજ્ય સેવક(ડોકટર-પોલીસ) ને ખોટી માહિતી આપવામાં આવી હતી કે મહેન્દ્રનગર પાસે વાહન અકસ્માત થયેલો છે.જેથી કરીને તા.૧૪-૨ ના રોજ કારખાનેદાર અંબારામભાઈ રંગપરિયા અને જીતેન્દ્રભાઈ રંગપરિયા તેમજ કામ રાખનાર જયદિપ પટેલ, હિરેન પટેલ અને ગોપાલભાઈ  એમ પાંચની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતકના સાળાએ ફરિયાદ નોંધાવી હતી.આ કેસમાં કારખાનેદારો આગોતરા જમીન સાથે રજુ થયા હતા જ્યારે પોલીસ દ્વારા સૌપ્રથમ ગોપાલ અને બાદમાં જયદીપની ધરપકડ કરવામાં આવી હતી.જોકે એક વ્યક્તિ પકડવાનો બાકી હતો તેથી થોડા દિવસો પહેલા તાલુકા પોલીસ દ્વારા ધીરેન્દ્ર ઉર્ફે હિરેન દિનેશભાઇ ચાવડા સતવારા (૨૬) રહે.વજેપર શેરી નંબર-૧૧ મોરબીની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

મારામારીમાં ઈજા

વાંકાનેર ખાતે રહેતા વિપુલ દિનેશભાઇ દેવીપુજક નામના ૨૦ વર્ષના યુવાનને વાંકાનેર રેલ્વે સ્ટેશન નજીક મારામારીમાં ઈજા થઈ હોય વધુ સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે વાંકાનેરના જ ગોલાસણ ગામે રહેતા ભરતભાઈ હીરાભાઈ રતૈયા નામના ૬૫ વર્ષના વૃદ્ધને મારામારીમાં ઈજા થઈ હોય તેઓને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા મેપાભાઇ વિક્રમભાઈ નામના ૧૮ વર્ષના યુવાનને મારામારીમાં ઈજા થઈ હોય સારવાર માટે સિવિલે લવાયો હતો.તેમજ મોરબી જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સોના ફીલ્ડ સીરામીકના લેબર કવાટરમાં રહેતા પૂનમબેન રવિન્દ્રભાઈ રાય નામની ૩૫ વર્ષીય મહિલાને કવાટર પાસે મારામારીમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

વાંકાનેર તાલુકાના લુણસર ગામ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા પામેલ સાબાદભાઇ હબીબભાઈ મોવર (૩૨) તથા દિનેશભાઇ પાલાભાઈ રાઠોડ (૨૪) રહે.મોરબી બંનેને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.જ્યારે માળિયા મીંયાણાના કુંભારિયા ગામે રહેતા દર્શન રણછોડભાઈ બાબરીયા નામના ૧૮ વર્ષના યુવાને માળિયા હાઇવે રવાપર નદી ગામ પાસે કોઈ કારણોસર ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલે લવાયો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના લાલભા દ્વારા નોંધ કરીને કારણ અંગે તપાસ કરવામાં આવી હતી.તેમજ મોરબીના બેલા (રંગપર) પાસેના ઓરફિના શીસિરામીકની પાસેથી બાઈક લઈને જતા સમયે અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા બાઈક સવાર પ્રકાશ ઉમેશભાઈ દુબે (૩૨) તથા રાજેશ તેજબહાદુર સિંગ (૪૨) રહે.બેલા ને ઇજા થયેલ હોય સારવાર માટે ખસેડાયા હતા.




Latest News