હળવદના ખોડ-અજીતગઢ ગામે દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 2250 લિટરઆથો-325 લિટર દેશી દારૂ ઝડપાયો મોરબીમાં યુવાનના મોત બાદ પોલીસને ખોટી માહિતી આપવાના કેશમાંં વધુ એક જેલ હવાલે મોરબીના વોર્ડ નં.12 માં વોકળાની સફાઈ સહિતની પ્રી-મોન્સૂન કામગીરી તાત્કાલિક કરવા કમિશનરને કરાઇ રજૂઆત વાંકાનેરના એનડીપીએસના ગુનામાં મોરબીથી આરોપીની ધરપકડ ટંકારા તાલુકા પોલીસે વાહન ચેકિંગ  દરમ્યાન બાઇક ચોરને દબોચી લીધો: 5 ચોરાઉ બાઇક કબ્જે મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ટીબીના દર્દીઓને રાશન કીટનું વિતરણ કરાયું મોરબીના જિલ્લા કલેક્ટર તરીકે સ્વપ્નિલ ખરેએ ચાર્જ સંભાળ્યો ટંકારા પાલિકાન પ્રથમ પ્રમુખ પંકજભાઈ કરોલીયા: વાંકાનેર પાલિકામાં રમેશભાઈ વોરા-માળિયા પાલિકામાં પ્રમુખ હારુનભાઈ સંધવાણી
Breaking news
Morbi Today

ટંકારા પાલિકાન પ્રથમ પ્રમુખ પંકજભાઈ કરોલીયા: વાંકાનેર પાલિકામાં રમેશભાઈ વોરા-માળિયા પાલિકામાં પ્રમુખ હારુનભાઈ સંધવાણી


SHARE











ટંકારા પાલિકાન પ્રથમ પ્રમુખ પંકજભાઈ કરોલીયા: વાંકાનેર પાલિકામાં રમેશભાઈ વોરા-માળિયા પાલિકામાં પ્રમુખ હારુનભાઈ સંધવાણી

મોરબી જિલ્લામાં આવેલી ત્રણ નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી આજે યોજાઈ હતી જેમાં ટંકારા અને વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ભાજપમાંથી જયારે માળિયા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો છે

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી કરવા માટેની પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે તેના ભાગરૂપે આજે સમગ્ર ગુજરાતની અંદર નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ હતી ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં આવેલ વાંકાનેર, ટંકારા અને માળિયા નગરપાલિકા માટે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી જેમાં ટંકારા નગરપાલિકાના 24 પૈકીના 18 સદસ્યો ભાજપના છે અને 6 કોંગ્રેસના સદસ્ય છે તેમાંથી પ્રમુખની ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટાયેલા પંકજભાઈ કારોલીયા અને ઉપપ્રમુખ પદે સરોજબેન ખોખાણીનો વિજય થયો હતો જ્યારે વાંકાનેર નગરપાલિકાના 28 પૈકી 21 સદસ્યો ભાજપના, 4 સદસ્યો કોંગ્રેસના અને 3 બસપાના ચૂંટાયેલા સભ્યો હતા જેમાંથી પ્રમુખ પદ માટે ભાજપમાંથી રમેશભાઈ વોરા તથા ઉપપ્રમુખ પદ માટે માધવીબેન દવેનો વિજય થયો છે જોકે, માળીયા મીયાણા નગરપાલિકાના 24 પૈકીના 17 સભ્યો કોંગ્રેસના હતા અને 7 સભ્યો ભાજપના હતા અને પ્રમુખ તેમજ ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ હતી તેમાં માળિયા પાલિકાના પ્રમુખ તરીકે હારુનભાઈ સંધવાણી અને ઉપપ્રમુખ પદે નુરાઅલી વિરમભાઇનો વિજય થયો છે






Latest News