વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદના ધુળકોટ ગામ નજીક છકડો રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ દંપતી સારવારમાં


SHARE







હળવદના ધુળકોટ ગામ નજીક છકડો રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ દંપતી સારવારમાં

હળવદ તાલુકાનાં ધુળકોટ ગામથી ઘાટીલા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી દંપતી તેના બાઈકમાં પસાર થઈ રહ્યું હતું ત્યારે છકડો રીક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં દંપતીને ઇજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલ દંપતીને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની સંદર્ભે મહિલાએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.

હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા સંગીતાબેન મહેશભાઈ ગડેસિયા (37)એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રજનીભાઈ બાબુભાઈ ધોરકડિયા રહે. સુરવદર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, ધુળકોટ ગામથી ઘાટીલા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ મામાદેવના મંદિરથી થોડે આગળના ભાગમાં ફરિયાદી મહિલા તેના પતિ મહેશભાઈ ગડેશીયાના બાઇક નંબર જીજે 36 એન 2619 માં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી તેની છકડો રીક્ષા લઈને સામેથી આવી રહ્યા હતા અને તેણે ફરિયાદીના પતિના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદી મહિલાને જમણા ખભામાં અને કમરના ભાગે ઇજા થયેલ હતી અને તેના પતિને જમણા હાથ અને જમણા પગમાં ફ્રેક્ચર જેવી ઇજા થયેલ છે અને અકસ્માત સર્જીને આરોપી તેનો છકડો રીક્ષા લઈને નાસી ગયેલ હોય આ બનાવ સંદર્ભે હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News