ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

હળવદના સુંદરીભવાની ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખી રાત્રે 2 વાગ્યે કુહાડી-ધોકા સાથે ઘરમાં ઘૂસીને 6 શખ્સોએ કરી તોડફોડ


SHARE







હળવદના સુંદરીભવાની ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખી રાત્રે 2 વાગ્યે કુહાડી-ધોકા સાથે ઘરમાં ઘૂસીને 6 શખ્સોએ કરી તોડફોડ

હળવદના સુંદરીભવાની ગામે અગાઉ વાડીના માર્ગ બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને 6 શખ્સો રાત્રીના બે વાગ્યે કુહાડી અને ધોકા જેવા હથિયાર સાથે યુવાનના ઘરે આવ્યા હતા અને ત્યારે યુવાન હાજર ન હોય તેના પત્નીને ગાળો આપી હતી અને ઘરના દરવાજા, બાથરૂમ, ફ્રીજ, ઘરઘંટી, વોશિંગ મશીન, કબાટ વગેરેમાં તોડફોડ કરીને 30 હજાર રૂપિયા નું નુકસાન કર્યું હતું તેમજ મહિલાના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે 6 શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે રહેતા સુરજબેન રાજુભાઈ સોલંકી (36)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લાભાઈ બાવલભાઈ સોલંકી, પ્રતાપભાઈ જિલ્લાભાઈ સોલંકી, ઘનશ્યામભાઈ બાવલભાઈ સોલંકી અને અજાણ્યા ત્રણ શખ્સો આમ કુલ મળીને 6 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તે જણાવેલ છે કે ગત તા 29/4 ના રોજ જિલ્લાભાઈને ફરિયાદીના પતિ રાજુભાઈ વજાભાઈ સોલંકી સાથે વાડીએ માર્ગ બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને તા 2/5 ના રોજ રાત્રિના 2 વાગ્યાની આસપાસ ફરિયાદીના પતિ રાજુભાઈ ઘરે હાજર ન હતા ત્યારે જિલ્લાભાઈ અને પ્રતાપભાઈ સહિત 3 શખ્સો કુહાડી લઈને તેના ઘરે આવ્યા હતા અને તેઓએ ફરિયાદીના ઘરના દરવાજા ઉપર કુહાડીના ઘા માર્યા હતા ત્યારબાદ બાકીના આરોપીઓ ત્યાં આવ્યા હતા ત્યાર બાદ તમામ આરોપીઓએ ફરિયાદીના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરની અંદર બાથરૂમના દરવાજા, ગેંડી, ફ્રીજ, ઘરઘંટી, ડ્રેસિંગ, ટેબલ, કબાટ વગેરેમાં તોડફોડ કરીને 30,000 નું નુકસાન કર્યું હતું તેમજ ફરિયાદીના પતિને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં છ શખ્સોની સામે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાઈકની ચોરી
વાંકાનેરમાં આવેલ બંધુ સમાજ દવાખાનાની બાજુમાં શ્રીજી નિવાસ બ્લોક નં- 2 ખાતે રહેતા દીપેનભાઈ જગદીશભાઈ બારભાયા (40)એ હાલમાં અજાણ્યા શખ્સ સામે વાહન ચોરીની ફરિયાદ આપી છે જેમાં જણાવ્યું છે કે, તેઓએ પોતાના ઘરની બહાર બાઈક નંબર જીજે 3 જે એન 9244 પાર્ક કરીને મૂક્યું હતું જે 30 હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News