મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

વાહન ચાલકો સાવધાન: મોરબીમાં હવે આડેધડ વાહન પાર્ક કર્યું તો ટોઇંગ વાહનમાં ઉપાડી જશે


SHARE







વાહન ચાલકો સાવધાન: મોરબીમાં હવે આડેધડ વાહન પાર્ક કર્યું તો ટોઇંગ વાહનમાં ઉપાડી જશે

મોરબીમાં આડેધડ વાહન પાર્કિંગ કરવામાં આવે છે જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે તેને ધ્યાને રાખીને મોરબી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર આડેધડ વાહન પાર્કિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવાનું આયોજન કરાયું છે અને મોરબીમાં બે નવી ટોઇંગ વાહનને કાર્યરત કરવામાં આવેલ છે અને જુદાજુદા વિસ્તારમાં નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક વાહન ચાલકે તેના વાહન પાર્ક કરેલ હશે તો તે વાહનને ટોઇંગને ઉઠાવી લેવામાં આવશે અને વાહન ચાલક પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે.

મોરબીમાં ટ્રાફિકજામ સહિતની અનેક સમસ્યાઓનો લોકો સામનો કરી રહ્યા છે તે હક્કિત છે ત્યારે મોરબી નગરપાલિકા વિસ્તારમાં લોકોને ટ્રાફિકની સમસ્યાઓમાંથી રાહત મળે તે માટે આજથી ટ્રાફિક શાખા દ્વારા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોના ટોઇંગ માટે બે વાહનને કાર્યરત કરવામાં આવેલ છે અને મોરબીના કોઈપણ વિસ્તારમાં નો-પાર્કિંગ ઝોનમાં જો વાહન ચાલકો દ્વારા તેના વાહનોને પાર્ક કરવામાં આવેલ હશે તો તે વાહન ચોકના વાહનોને ટોઇંગ વાહનથી ઉઠાવી લેવામાં આવશે અને ત્યાર બાદ વાહન ચાલક પાસેથી નિયમ મુજબનો દંડ પણ વસૂલ કરવામાં આવશે. ઉલેખનીય છે કે, શહેરના મોટાભાગના મુખ્ય માર્ગો ઉપર કોઈપના શોપિંગ સેંટરમાં વાહન પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી અને લોકો વન વે પાર્કિંગનો ચુસ્તપણે અમલ કરતાં નથી જેથી કરીને ટ્રાફિકજામ સહિતના પ્રશ્નો ઉદભવે છે. તેના નિવારણ માટે ટ્રાફિક પોલીસે બે ટોઇંગ વાહન શરૂ તો કર્યા છે પરંતુ કામ કેવું થશે તે તો આગામી સમય જ બતાવશે.






Latest News