મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો


SHARE







મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો

મોરબીની પ્રતિષ્ઠિત નવયુગ વિદ્યાલયમાં તેમજ સેક્શન અલગ અલગ ક્ષેત્રમાં તેમની સિધ્ધિને બિરદાવવા માટે  “સિતારે નવયુગ ઇનામ-વિતરણ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તકે નવયુગ ગ્રુપના પ્રમુખ પી.ડી. કાંજીયા અને મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈની પ્રેરક હાજરી રહી હતી અને આ કાર્યક્રમમાં નવયુગના ભૂતપુર્વ વિધાર્થીઓ V.H.P. અધ્યક્ષ જીલેશભાઈ કાલરીયા, ડૉ. વૈશાલીબેન વડનગરા, ડૉ.તૃપ્તિબેન સાવરીયા, ડૉ.ઉત્તમભાઈ  ઉઘરેજા, રાજ્ય શ્રેષ્ટ શિક્ષક કમલેશભાઈ દલસાણીયા, એડવોકેટ ધ્રુમિલભાઈ ભીમાણી, મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. S.S.C. અને H.S.C. બોર્ડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટોપર્સ તેમજ વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ સર્જનાત્મક કાર્યક્રમોએ સમગ્ર સમારોહને યાદગાર બનાવી દીધો છે. આ તકે બહોળી સંખ્યામાં વાલીઓ તેમજ વિધાર્થીઓ  ઉપસ્થિત રહ્યા હતા.  કાર્યક્રમને સફળ બનાવવા મેનેજિંગ ડિરેક્ટર નિલેશભાઈ અઘારા અને પ્રિન્સિપાલ નરેન્દ્રભાઈ સંતોકીમાર્ગદર્શન આપ્યું હતું અને શિક્ષકો તેમજ તમામ  સ્ટાફની  મહેનતથી આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.




Latest News