મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
SHARE
મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ન્યુ શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં રહેતા વેપારી યુવાનના બાઈકમાં તેના જુના ગ્રાહક સહિત કુલ બે વ્યક્તિઓએ લિફ્ટ માંગી હતી અને ત્યારબાદ મંગલભુવન ગરબી ચોક નજીક અંધારા વાળી શેરીમાં લઈ જઈને ત્યાં યુવાનને છરી બતાવી હતી અને ત્યાર બાદ યુવાનની પાસેથી રોકડા રૂપિયા તથા બાઈકની લૂંટ કરવામાં આવી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી બાઇક અને રોકડ કબ્જે કરવામાં આવેલ છે તેમજ બીજા આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.
મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુના નગર પાસે ન્યુ શ્રદ્ધા પાર્કમાં રહેતા ભૂરારામ નરસીરામ ચૌધરી (32)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દેવાસીંગ ભરતસિંગ સરદારજી રહે. લાયન્સનગર મોરબી તથા કુલદીપસિંગ ઉર્ફે કાલી સરદારજી રહે. વીસીપરા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે, આરોપી દેવાસીંગ ફરિયાદીનો જુનો ગ્રાહક હોય બંને આરોપીઓએ ફરિયાદીના બાઈક નંબર જીજે 3 કયું 3881 માં બજારમાં જવું છે તેવું કહીને લિફ્ટ માંગી હતી અને ત્યાર બાદ મોરબીમાં કબ્રસ્તાન પાસે મંગલભુવન ગરબી ચોકથી આગળની શેરીમાં ફરિયાદીને કુલદીપસિંગે છરી બતાવી હતી અને તેની પાસેથી રોકડા 15,000 રૂપિયા તથા 50,000 રૂપિયાની કિંમતના બાઈકની લૂંટ કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને એ ડિવિઝનમાં ફરિયાદ કરી હતી જે ગુનાની ટતપાસ એ ડિવિઝનના પીઆઇ વાય.બી. જાડેજાની સૂચના મુજબ કરવામાં આવી રહી હતી તેવામાં પોલીસે લૂંટમાં ગયેલ બાઈક નંબર જીજે3 ઇક્યૂ 3881 તેમજ રોકડા 10 હજાર રૂપિયા સાથે આરોપી કુલદીપસિંગ ઉર્ફે કાલી ધવલસિંગ ખીચી (26) રહે. રણછોડનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં બીજા આરોપી દેવાસીંગ ભરતસિંગ સરદારજી રહે. લાયન્સનગર મોરબી વાળાને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે
પાસા હેઠળ જેલ હવાલે
હળવદ તાલુકા વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલા શખ્સ વિરુધ્ધ પાસા દરખાસ્ત મુકવામાં આવી હતી અને તે પાસા દરખાસ્તને મંજૂર કરવામાં આવેલ છે જેથી કરીને હળવદના પીઆઇની સૂચના મુજબ સ્થાનિક પોલીસ દ્વારા આરોપી જયરાજ દિલુભાઇ ઉર્ફે દિલીપભાઈ બોરીચા રહે. કળમાદ તાલુકો મુળી વાળાની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને તેને જેલ હવાલે કરવામાં આવેલ છે