મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી


SHARE





ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી

ટંકારાના હડમતીયા ગામે યુવાન તેના મિત્રના લગ્ન પ્રસંગમાં ગયો હતો દરમિયાન જૂના ઝઘડાનો ખાર રાખીને બે શખ્સો દ્વારા યુવાનની સ્કોર્પિયો ગાડીના આગળ અને પાછળના કાચ તોડી નાખવામાં આવ્યા હતા અને કારમાં 30,000 નું નુકસાન કર્યું હતું તેમજ યુવાનને ગાળો આપીને જાનથી મારી રાખવાની ધમકી આપી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલ લાયન્સનગર ગ્રીન પેલેસની શેરીમાં રહેતા સાગરભાઇ નરેન્દ્રભાઈ ચાવડા (28)ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પારસ ઉર્ફે સુલતાન વાઘેલા રહે. રફાળેશ્વર તથા વી.એમ.દાફડા રહે. લીલાપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી તેના મિત્રના લગ્ન પ્રસંગમાં ટંકારા તાલુકાના હડમતીયા ગામે ગયો હતો અને ત્યાં અનિલભાઈ પરમારના ઘર પાસે હતો ત્યારે આરોપીઓએ જુના ઝઘડાનો ખાર રાખીને ફરિયાદીની સ્કોર્પિયો ગાડી નંબર જીજે 36 એપી 5557 ના આગળ અને પાછળના ભાગના કાચ તોડી નાખ્યા હતા અને વાહનમાં 30,000 નું નુકસાન કર્યું હતું તેમજ પારસ વાઘેલાએ ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News