મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસીયા ટોલનાકે ટોલ ટેક્સ ભર્યા વગર ગાડી પસાર કરીને સ્ટાફને ફડાકા મારીને ધમકી આપનાર સામે ગુનો નોંધાયો


SHARE







વાંકાનેરના વઘાસીયા ટોલનાકે ટોલ ટેક્સ ભર્યા વગર ગાડી પસાર કરીને સ્ટાફને ફડાકા મારીને ધમકી આપનાર સામે ગુનો નોંધાયો

વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસેથી થોડા દિવસો પહેલા રાત્રિના સમયે બોલેરો ગાડી લઈને પસાર થયેલા શખ્સે ટોલ ટેક્સ ભર્યા વગર બૂમ બેરીકેટને નુકસાન કરીને પોતાનું વાહન પસાર કર્યું હતું તેમજ ટોલ બુથના કર્મચારી સાથે માથાકૂટ કરીને ગાળો આપી હતી અને ફડાકા મારીને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી હાલમાં ટોલ પ્લાઝાના મેનેજર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

મૂળ બિહારના રહેવાસી અને હાલમાં વાંકાનેરમાં આવેલ મિસરી હોટલની પાછળ સાઈનાથ એપાર્ટમેન્ટમાં રહેતા અને વઘાસીયા ટોલનાકા ખાતે મેનેજર તરીકે ફરજ બજાવતા મુકેશકુમાર નિર્ભયકુમાર સુધાંશુએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે વાહન નંબર જીજે 10 ટીવાય 0847 ના ડ્રાઇવર સંજયસિંહ ઝાલા રહે. વઘાસીયા વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. 8/4 ના રોજ રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં આરોપી પોતાના હવાલા વાળી બોલેરો ગાડી લઈને વઘાસીયા ટોલનાકા ખાતે ટોલ ભર્યા વગર ટોલ બૂથના બૂમ બેરીકેટને નુકસાન કરીને પસાર કરી હતી તેમજ ટોલ બુથના કર્મચારી સાથે બોલાચાલી કરી હતી અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ફડાકા મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી હાલમાં ટોલ પ્લાઝાના મેનેજર દ્વારા નોંધવામાં આવે ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News