મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના બેલા નજીક આવેલ રિવાઇન્ડિંગની દુકાનમાંથી અંદાજે બે લાખના મુદામાલની ચોરી


SHARE







મોરબીના બેલા નજીક આવેલ રિવાઇન્ડિંગની દુકાનમાંથી અંદાજે બે લાખના મુદામાલની ચોરી

મોરબીના બેલા ગામ નજીક આવેલ ખોખરા હનુમાન રોડ પર આવેલ ખોડિયાર કોમ્પ્લેક્ષમાં આવેલ રિવાઇન્ડિંગની દુકાનને તસ્કરે નિશાન બનાવેલ છે અને દુકાનમાંથી અંદાજે બે લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે અને ચોરીની ઘટના દુકાનમા મૂકવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે.

મોરબીના બેલથી ભરતનગર તરફ જવાના રસ્તા ઉપર આવેલ ખોડિયાર કોમ્પ્લેક્ષમાં મેલડી કૃપા રિવાઇન્ડિંગ નામની દુકાન આવેલ છે. જેને તસ્કરે નિશાના બનાવેલ હતી અને ત્યાંથી 120 કિલો કોપર વાયર, 1 સબમર્સિબલ પંપ, 5 કાર્ટૂન બેરિંગ અને 1 હાઇડ્રોલિક પુલરની ચોરી કરવામાં આવેલ છે આ અંગે દુકાનના માલિક વિવેક પટેલે જણાવ્યુ હતું કે, તેઓની દુકાનમાંથી અંદાજે બે લાખની કિંમતના મુદામાલની ચોરી કરવામાં આવેલ છે. આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે અને ચોરીની ઘટના દુકાનમાં મૂકવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે.




Latest News