મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી યાર્ડના વેપારી સાથે ધર્માદાના નામે ૧૦.૨૮ લાખની છેતરપિંડીના ગુનામાં એકની ધરપકડ


SHARE







મોરબી યાર્ડના વેપારી સાથે ધર્માદાના નામે ૧૦.૨૮ લાખની છેતરપિંડીના ગુનામાં એકની ધરપકડ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ યાર્ડમાં દુકાન ધરાવતા વેપારીને ત્યાંથી સ્વામિનારાયણ મંદિર રેશનિંગની વસ્તુ મોકલવાની છે તેવું કહીને બે શખ્સો દ્વારા બેસન અને તેલના ડબ્બાની ખરીદી કરવામાં આવી હતી અને તેનું ૧૦.૨૮ લાખ રૂપિયાનું બિલ ન ચૂકવીને વેપારી સાથે છેતરપિંડી કરવામાં આવી હતી જેની એ ડિવિઝન પોલીસ સ્ટેશને ભોગ બનેલા વેપારીએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે છેતરપિંડી કરનારા બે શખ્સો પૈકીનાં એકની ધરપકડ કરેલ છે. 

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ મારુતિ નગરમાં જીવંતિકામાં રહેતા અને મોરબીના શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડમાં ખાવડીયા ટ્રેડિંગ કંપની નામની દુકાન ધરાવતા મહેશભાઈ છગનભાઈ ખાવડીયા જાતે પટેલ (ઉંમર ૪૨) એ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બ્રિજેશભાઈ કાન્તીભાઈ પટેલ રહે. જુનાગઢ તેમજ જેકલેશભાઈ ધીરજભાઈ સોમૈયા રહે. રેસકોસ પાર્ક એરપોર્ટ રોડ રાજકોટ વાળાની સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યું હતું કે, આરોપીઓએ ગત તા. ૮/૩/૨૧ ના રોજ તેની દુકાનેથી સ્વામિનારાયણ મંદિરમાં વસ્તુ આપવાની છે તેવું કહીને બેસનના કટા અને તેમજ તેલના ડબ્બાની ખરીદી કરી હતી અને તેના બિલના ૧૦.૨૮ લાખ રૂપિયા આપવાના થતા હતા જે રૂપિયા ન આપીને આરોપીઓએ દુકાનદારની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી જેની ભોગ બનેલા વેપારીએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં જેકલેશભાઈ ધીરજભાઈ સોમૈયા (૪૫) રહે. રેસકોસ પાર્ક એરપોર્ટ રોડ રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં બીજા આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.






Latest News