મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામે વાડીએ ઇલેક્ટ્રીકના થાંભલા ચડીને કામ કરતાં આધેડને શોર્ટ લાગતાં મોત નીપજયું


SHARE





ટંકારાના લજાઈ ગામે વાડીએ ઇલેક્ટ્રીકના થાંભલા ચડીને કામ કરતાં આધેડને શોર્ટ લાગતાં મોત નીપજયું

ટંકારાના લજાઈ ગામે વાડીએ પાણી વાળતા આધેડ ઇલેક્ટ્રીકના થાંભલા ઉપર ચડીને ત્યાં ઈલેક્ટ્રીકનું કામ કરતા હતા ત્યારે અચાનક તેને ઈલેક્ટ્રીક શૉટ લાગ્યો હતો જેથી તેને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંથી તેને વધુ સારવાર માટે અમદાવાદ સુધી લઈ જવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જે બનાવની મૃતકના ભાઈએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા રામરાજસિંહ વિક્રમસિંહ ઝાલા (51) નામના આધેડ ગત તા. 1/2 ના રોજ સાંજના 6 વાગ્યાના અરસામાં વેણીયા સીમ તરીકે ઓળખાતી સીમમાં પાણી વાળતા હતા અને દરમિયાન લાઈટના થાંભલા ઉપર ચડીને લાઈટનું કામ કરી રહ્યા હતા અને તેવા સમયે તેને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તે થાંભલા ઉપરથી નીચે ટકાતા બેભાન હાલતમાં તેઓને 108 મારફતે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેઓને રાજકોટ અને ત્યાંથી અમદાવાદ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેઓનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મૃતક આધેડના ભાઈ હિતેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા રહે. લજાઈ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ગળેફાંસો ખાતા સારવારમાં

ટંકારાના હીરાપર ચોકડી પાસે નાયરાના પંપ નજીક આવે કારખાનાના લેબર કવાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની સંગીતાકુમારી રામપ્રકાશ યાદવ નામની ૧૬ વર્ષની તરૂણીએ રૂમમાં ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. જેથી બેભાન હાલતમાં તેને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરાતા વી.કે.ફુલતરિયા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.




Latest News